www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર ના હાવતડ નૂતન શિખર બંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુનાનો દ્વારા શ્રમદાન

દામનગર ના હાવતડ ખાતે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુવાનો દ્વારા શ્રમદાન એક માસ પૂર્વે મોરારીબાપુ હાવતડ ખાતે લોંકીક પ્રસંગે પધારેલ અને જીર્ણ અવસ્થા માં રામજી મંદિર જોયું અને પ્રસંગ માં પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર કરી ત્યારે હાજર સેવકો  દ્વારા મંદિર નિર્માણ માટે બાપુ ને જ પહેલ કરવા કહેતા જોત જોતા માં લાખો રૂપિયા નું દાન એકત્રિત થયું એક માસ ના ટૂંકા ગાળા માં મંદિર માટે ગ્રાઉન્ડ તૈયાર કરતા હાવતડ ગામ ના યુવાનો દ્વારા સતત સેવારત રહેતા તા૧૯/૬ ના રોજ પ્લેટફોર્મ ઉભું કરી ગામધુવાડા બંધ મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું અને પ્રાથમિક શાળા ના બાળકો સહિત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં લોકો એ પ્રસાદ નો લાભ મેળવ્યો હતો આદર્શ ગામ હાવતડ ની એકતા સંગઠન થી નૂતન શિખર બંધ મંદિર કાર્ય માં તન મન ધન થી સેવારત યુવાનો રામજી મંદિર નિર્માણ કાર્ય માં ઉત્સાહ થી કામ કરી રહ્યા છે