www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ…લાઈટના અવારનવાર જટકાથી પ્રજાને પરેશાની…વિજતંત્ર ની ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા….ક્યાં છે વિજતંત્રના ધાંધીયા..??? જુઓ સિટીવોચ ન્યુઝ…

અમરેલી જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલી ગઈ છે સરકારશ્રી દવારા ચોમાસા પહેલા રાજ્યના દરેક જિલ્લામાં પ્રિમોન્સૂન ની કામગીરીના આદેશને અમરેલી જિલ્લા વીજતંત્ર ઘોળી ને પી ગઈ હોય તેમ છાશવારે વીજળીના ઝટકાથી અમરેલી વાસીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે હજુ ચોમાસાની શુભ શરૂઆતજ થઈ છે ત્યાં વિજતંત્ર ની પ્રિમોન્સૂન ની પોલ સામે છતી થઈ રહી છે હળવા વરસાદ ના છાંટાઓ જ આવે ત્યાં વીજળી રાણી રિસાઈ જતી જોવા મળી રહી છે દિવસમાં અનેકવાર વીજળીના ઝટકાથી વેપારીઓના ઇલેક્ટ્રીક ઉપકરણો પણ બળી ગયા હોવાની ઘટનાઓ અમરેલીમાં જોવા મળી રહી છે છાશવારે વીજળીના રીસામણા દિવસમાં બની રહ્યા છે ત્યારે વિજતંત્ર પણ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાનું શહેરીજનો માની રહ્યા છે ત્યારે સરકારશ્રી ના આદેશને ધોળીને પી જનાર વિજતંત્ર અંગે રાજ્યની સરકાર પણ મૌન ધરીને બેઠી હોવાનું ફલિત થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પર કોંગ્રેસનો કબ્જો હોય અને સરકાર ભાજપની હોય જેથી અમરેલી વાસીઓને હેરાન કરવાની વૃત્તિઓ વિજતંત્ર કરતી હોવાની ચર્ચામાં કેટલી સચ્ચાઈ છે તે તો સમય જ કહેશે……