www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીની રેડક્રોસ બ્‍લડ બેન્‍ક પુનઃ શરૂ

માર્ચના પ્રથમ સપ્‍તાહમાં ફુડ એન્‍ડ ડ્રગ દ્ધારા રૂટીન ઈન્‍સ્‍પેકશન પછી કેટલીક ટેકનીકલ ક્ષતિઓને ઘ્‍યાનમાં રાખી અમરેલી રેડક્રોસ સંચાલિત બ્‍લડ બેંક તા. 16 જુનથી બંધ કરેલ. જો કે બ્‍લડ બેન્‍કમાં એ વખતે સ્‍ટોકમાં રહેલ 134 બોટલ બ્‍લડ થેલેસીમિયાના બાળકો અને ઈમરજન્‍સી કેઈસમાં આપવાનું ચાલું રાખવામાં આવેલ. ત્‍યારબાદ તા. રપ/6/ર018ના રોજ કરાયેલ રીપીટ ઈન્‍સ્‍પેકશન બાદ તા. ર8/6/ર018થી અમરેલી બ્‍લડ બેન્‍ક ફરી પૂર્વવત ચાલું થઈ ગઈ છે. બ્‍લડ બેન્‍કની કામગીરી ખુબજ ગંભીર પ્રકારની હોય છે. જેમ કોઈ પ્‍લેનમાં જરાપણ યાંત્રિક ખામી હોય તો તેને નીચે ઉતારી લેવામાં આવે છે. આ લેવલની સાવચેતી બ્‍લડ બેન્‍કના ઓપરેશનમાં રાખવામાં આવતી હોય છે. અમે પણ કોઈ ગફલતમાં રહેવા માંગતા ન હોવાથી 1ર દિવસ માટે બ્‍લડ બેન્‍ક બંધ રાખેલ.
બ્‍લડ બેન્‍ક બંધ રહી તે દિવસોદરમ્‍યાન અમરેલીના સૌ તબીબ મિત્રો, સામાજીક સંસ્‍થાઓ, ડાયનામિક ગૃપના હરેશ બાવીશી સહિતના જાહેર જીવનના આગેવાનોએ ખુબજ સહકાર આપ્‍યો હતો. બ્‍લડ બેન્‍કના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબારે જણાવેલ કે, રેડક્રોસ સોસાયટી સંચાલિત, હંસાબેન શામળદાસ ગાંધી બ્‍લડ બેન્‍ક 1997થી કાર્યરત છે. આજ સુધીમાં સવા લાખથી પણ વધુ બોટલ બ્‍લડ દર્દીઓને પુરૂ પડાયું છે. છતાં એકપણ દર્દીને બ્‍લડ ભભમીસમેચભભ થવાના કારણે કોઈ મેજર રીએકશન આવ્‍યું હોય કે અન્‍ય કોઈ ગંભીર મુશ્‍કેલી ઉભી થઈ હોય તેવો એકપણ બનાવ બનેલ નથી. આ સંસ્‍થાને તેના કાર્યકાળ દરમ્‍યાન અમરેલીના તમામ પક્ષોના રાજકીય આગેવાનો પરશોત્તમભાઈ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, હનુભાઈભાઈ ધોરાજીયા, વીરજીભાઈ ઠુંમર, પરેશભાઈ ધાનાણી, બાવકુભાઈ ઉંઘાડ, પી.પી. સોજીત્રા, મદદ કાર્યાલય, ઈફકો સંસ્‍થા સેવા ટ્રસ્‍ટ, નાગરિક બેંક, સંવેદન ગૃપ અમરેલી તેમજ બ્‍લડ કેમ્‍પોનું આયોજન કરતી અમરેલી, સાવરકુંડલા, બગસરા, રાજુલા સહિતની જીલ્‍લાભરની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો ખુબજ સહકાર મળતો આવ્‍યો છે. અમરેલી બ્‍લડ બેંકની ઉત્તમ કામગીરીના કારણે, રેડક્રોસની ગુજરાત શાખા દ્ધારા ગત વર્ષે જ લગભગ 30 લાખની રકમનું એક અદ્યતન બ્‍લડ બેંક વાન અમને મળ્‍યું છે. સંસ્‍થામાં શહેરના અગ્રગણ્‍ય એમ.ડી. પેથોલોજીસ્‍ટો ડો. ભુવાતથા ડો. કચ્‍છી સેવા આપે છે. જયારે સંસ્‍થામાં એકપણ રૂપિયાનું વેતન લીધા વિના મધુભાઈ આજગીયા બ્‍લડ બેન્‍ક સી.ઈ.ઓ. તરીકે છેલ્‍લા પ વર્ષથી માનદ સેવા આપી રહયા છે. અમરેલી રેડક્રોસ સોસાયટી બ્‍લડ બેન્‍કના સંચાલનમાં તબીબો તેમજ સામાજીક આગેવાનો પ્રારંભથી જ સંકળાયેલા છે. ર1 વર્ષ પહેલાં શામળદાસ ગાંધીના ધર્મપત્‍નિ સ્‍વ. હંસાબેનના સ્‍મરર્ણાર્થે અપાયેલ દાનથી ઉભી થયેલ બ્‍લડ બેન્‍કના નિર્માણમાં ડો. હરીશ ગાંધી, ડો. પી. પી. પંચાલ, ડો. ગજેરા, ડો. લલિતભાઈ પટેલ, ડો. એન. એન. દેસાઈ, ડો. કે. એન. શાહ, સ્‍વ. ડો. બી.ડી. સાવલિયા, ડો. બી. એસ. પટોળીયા, ડો. એસ.જે. વઘાસિયા, ડો. ડબાવાલા, ડો. મસરાણી, કૃષ્‍ણ પેટ્રોલ પંપવાળા પરીખ પરિવાર, પ્રો. એમ. એમ. પટેલ, દડુભાઈ ખાચર, પરેશભાઈ આચાર્ય, ભુપેન્‍દ્રભાઈ ઝીંઝુવાડીયા વિગેરેએ પાયાના પત્‍થર તરીકે કામ કર્યુ છે. હાલ પણ સંસ્‍થાના પ્રેસીડેન્‍ટ તરીકે બાળ રોગ નિષ્‍ણાંત ડો. એસ.આર. દવે અને વાઈસ પ્રેસીડેન્‍ડ તરીકે પિયુષભાઈ ગોસાઈ સેવા આપી રહયા છે.
સંસ્‍થામાં અમરેલીના કોઈપણ પ્રતિષ્ઠિત સામાજીક કે રાજકીય આગેવાનની ભલામણ આવે એટલે કોઈપણ જાતના વિલંબ વિના ગરીબ દર્દીને વિનામૂલ્‍યે બ્‍લડ મળી જાય છે. આગામી દિવસોમાં અમરેલી જીલ્‍લામાં સ્‍વૈચ્‍છિક રકતદાન કેમ્‍પોના આયોજનમાંજીલ્‍લામાં સૌથી વધુ આગળ રહી સૌથી વધુ લોહી પુરૂં પાડનાર સાવરકુંડલા શહેરમાં ત્‍યાંની સામાજીક સંસ્‍થાઓને આગળ રાખી સાવરકુંડલામાં જીલ્‍લાની બીજી બ્‍લડ બેન્‍ક ઉભી થાય તે માટે અમરેલી રેડક્રોસ તમામ પ્રયત્‍નો કરવા ધારે છે. અમરેલી જીલ્‍લાના વિસ્‍તાર અને વસ્‍તીને ઘ્‍યાનમાં રાખતાં જીલ્‍લામાં બીજી બ્‍લડ બેન્‍ક જરૂરી બની છે. ત્‍યારે આગામી દિવસોમાં સાવરકુંડલામાં ડો. વડેરાના માર્ગદર્શન નીચે બીજી બ્‍લડ બેન્‍ક શરૂ થાય તે માટે અમરેલી બ્‍લડ બેન્‍ક પ્રયત્‍નો કરી રહી છે. આ માટે તમામ ટેકનીકલ અને અન્‍ય આનુષંગિક મદદ અને સહકાર અમરેલી રેડક્રોસ સોસાયટી તરફથી સાવરકુંડલાને મળી રહેશે. તેવી ખાત્રી સંસ્‍થાના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબારે આપી હતી.