www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

બોટાદમાં રૂ.૧.૫૮ લાખની કિંમતના દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: દંપતી ફરાર

બોટાદ શહેરના ટાઢાવાડી, સાળંગપુર રોડ પરના રહેણાંકી મકાનમાં દરોડો પાડીને બોટાદ પોલીસે ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીનનો દોઢ લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે આરોપીને પોલીસની રેઈડની ગંધ આવી ગઈ હોય તેમ બન્ને પલાયન થઈ ગયા હતા. પોલીસે ફરાર મહિલા સહિત બે જણા વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ બોટાદ શહેરના ટાઢાવાડીમાં રહેતા અનિલ જેઠાભાઈ પરમાર તથા ગીતાબેન જેઠાભાઈ પરમાર પોતાના રહેણાંકી મકાનમાં પરપ્રાંતીય દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપનીનો દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે ઈન્સ્પેકટર જે.એમ.સોલંકી સહિતના સ્ટાફે રેડ પાડતા મકાનમાંથી વિલાયતી દારૂની રૂ.૧.૫૮ લાખની કિંમતના ૩૯૦ બોટલ દારૂ અને ૪૪ બિયરના ટીન કબજે કર્યા હતા.

જયારે પોલીસના દરોડાની હકિકત મળી ગઈ હોય તેમ મહિલા સહિત બન્ને આરોપી પોલીસના આગમન પૂર્વે જ પોબારા ભણી ગયા હતા. આ અંગે પોલીસે બન્ને ફરાર આરોપી વિરુઘ્ધ પ્રોહિબીશન એકટ કલમ ૬૫/ઈ, ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.