www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી-કૃષિમંત્રી ના નકલી બિયારણ, ખાતર મામલે ખેડૂતોનો દેખાવો….અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણા…પીપાવાવધામ ના 1 ખેડૂત આળોટતા આળોટતા કલેકટર કચેરીએ પહોંચ્યા…કલેકટર કચેરી બહાર ખેડૂતોએ કરી રામધૂન શરૂ….ભાજપ સરકાર હાય હાય ના લગાવ્યા નારા…

બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નકલી બિયારણ ખાતર ના નિવેદન મામલે અમરેલીના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ ધરણા કર્યા હતા જયારે પીપાવાવધામ ના ખેડૂતે આળોટતા આળોટતા કલેકટર કચેરી બહાર સુધી પન્હોચયા બાદ કલેકટર કચેરી બહાર રામધુન શરુ કરતા તંત્રમાં દોડધામ મચી હતી

વીઓ-૧ બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી ફળદુના નિવેદન નીઆગ અમરેલી પંહોચી છે નકલી બિયારણ ખાતર મામલે કૃષિમંત્રીના નિવેદનથી અમરેલીના ખેડૂતો વધુ રોષિત બન્યા હતા આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ સરકાર વિરુધ સુત્રોચાર કાર્ય હતા ત્યારે છેલ્લા ૭૦ દિવસથી રાજુલાના પીપાવાવધામ ગ્રામજનો દ્વારા ચાલતા આંદોલન અંગે પીપાવાવધામના ખેડૂત દ્વારા હાથમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આળોટતા આળોટતા આવ્યા હતા ખેડૂતો દ્વારા આગળ પાથરણા પાથરતા ગયા ને ખેડૂત આળોટતા આળોટતા કલેકટર કચેરીના દરવાજે પોલીસ તંત્રે અટકાવતા ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર રામધુન આરંભ કરતા તંત્ર પણ મુજવણ માં મૂકી ગયું હતું ખેડૂતો અને પીપવાવાધામ વાસીઓને બાદમાં કલેકટર સુધી જવા દેવામાં આવ્યા હતા બાદ કલેકટર ને ખેડૂતોએ રજૂઆત કરી હતી