www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર હસ્‍તકના યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યું છે.

કલા મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તાલુકા-જિલ્લા કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવશે. આ માટે http://www.kalamahakumbhgujarat.com પર તા.૧૫ જુલાઇ-૨૦૧૮ સુધી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે.

તાલુકાકક્ષાની સ્‍પર્ધાઓ તા.૧૬ થી તા.૨૨ જુલાઇ-૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. (૧) અમરેલી-ગજેરા સંકુલ-આચાર્યશ્રી મગનભાઇ વસોયા-૯૯૧૩૯ ૨૦૯૧૯, (૨) સાવરકુંડલા-બનજારા હાઇ.-આચાર્યશ્રી મયુરભાઇ ઠાકર-૯૪૨૮૧ ૯૧૪૧૪,  (૩) લાઠી-અજમેરા ગ. હાઇ.-દામનગર-આચાર્યશ્રી હંસાબેન ભેંસાણીયા-૯૪૨૮૩ ૪૩૭૭૦, (૪) લીલીયા- નાલંદા વિદ્યાલય-ભોરીંગડા-આચાર્યશ્રી વિજયભાઇ બાંભણીયા-૭૬૦૦૦ ૯૬૦૧૨, (૫) કુંકાવાવ-પીપળીયા હાઇ.-મેઘા પીપળીયા-આચાર્યશ્રી અજીતસિંહ ગોહિલ-૯૪૨૬૯ ૩૮૪૧૧, (૬) બગસરા-મેઘાણી હાઇ.- આચાર્યશ્રી એચ.આર. શેખવા-૯૪૨૬૧ ૬૫૯૯૧, (૭) ધારી-દાનેવ પ્રાથમિક શાળા-ચલાલા આચાર્યશ્રી એ.એન. ઉપાધ્‍યાય-૯૪૨૭૨ ૩૧૭૧૩, (૮) ખાંભા-દેસાઇ હાઇ.-મોટા સમઢિયાળા- આચાર્યશ્રી પ્રવિણભાઇ સુતરીયા-૯૯૨૫૬ ૭૬૯૬૦, (૯) રાજુલા-બાલક્રિષ્‍ના વિદ્યાપીઠ- આચાર્યશ્રી પરેશભાઇ હડીયા-૯૭૧૨૬ ૭૭૧૨૫, (૧૦) જાફરાબાદ-માધ્‍યમિક શાળા-નાગેશ્રી- આચાર્યશ્રી નરશીભાઇ રાઠોડ-૯૯૦૯૦ ૬૧૦૯૦, (૧૧) બાબરા-જ્ઞાનજયોત હાઇ.-વાંડળીયા-આચાર્યશ્રી હરેશભાઇ વડાવિયા- ૯૪૨૬૨ ૨૭૦૬૭ તાલુકાકક્ષાએ કન્વીનર તરીકે રહેશે.

તાલુકાકક્ષાએ ભાગ લેવાની એન્‍ટ્રી જે-તે તાલુકાના કન્‍વીનરને અને જિલ્‍લાકક્ષાની એન્‍ટ્રી જિલ્‍લાકક્ષાના કન્‍વીનરશ્રી અને જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી, જિલ્‍લા રમતગમત કચેરી, જિલ્‍લા સેવા સદન-૧૧૦/૧૧૧, બહુમાળી ભવન-અમરેલીને પહોંચતી કરવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી એન્‍ટ્રીઓને ધ્‍યાને લેવામાં આવશે નહિ.

તા.૩૧ ડિસેમ્‍બર-૨૦૧૮ને ધ્‍યાને લઇ વય જૂથ (૧) ૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી (ઓપન ગૃપ)-રાજયકક્ષાએથી નક્કી કરવામાં આવેલ છે. તાલુકકક્ષાએ ગાયન-સુગમ સંગીત, ગીત, સમૂહ ગીત, સમૂહ લગ્નગીત-ફટાણા, નૃત્‍ય-ગરબા, રાસ, ભરતનાટયમ, લોકનૃત્‍ય-સમૂહનૃત્‍ય, વાદન-વાંસળી, તબલા, હાર્મોનિયમ, ઓરગન, અભિનય-એકપાત્રીય અભિનય સ્‍પર્ધા યોજાશે. જિલ્‍લાકક્ષાએ ગાયન-શાસ્‍ત્રીય કંઠ્ય સંગીત (હિન્‍દુસ્‍તાની), નૃત્‍ય-કથ્થક, ઓડીસી, મણિપુરી, કુચીપુડી, વાદન-પખાવજ, સિતાર, ગીટાર, વાયોલીન, સ્‍કુલબેન્‍ડ, મૃંદગમ, સરોદ, સારંગી સ્‍પર્ધા યોજાશે.

વધુ વિગતો માટે જિલ્‍લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્‍લા રમત ગમત કચેરી, રૂમ નં.૧૧૦-૧૧૧,  પ્રથમ માળ, બ્લોક-સી, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક કરવા, જિલ્‍લા રમત ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.