www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જય ભગીરથ સગર સમાજ સેવા ટ્રસ્‍ટ દ્વારા ૧૦,૦૦૦ નોટબુકોનું વિનામૂલ્‍યે વિતરણ

સગર સમાજમાં કેળવણીને ઉત્તેજન આપવા અને કુરિવાજોને દૂર કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં રચાયેલ જય ભગીરથ સગર સમાજ સેવા ટ્રસ્‍ટ-અમરેલી દ્વારા સગર સમાજના છાત્રોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો સમારોહ સંપન્ન થવા પામેલ.

આ કાર્યક્રમ પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ નગરપાલિકા અમરેલીના શ્રી પોપટભાઇ દામાણીએ સમાજ અને રાષ્‍ટ્રના વિકાસમાં શિક્ષણનું મહત્‍વ સમજાવી બાળકોને વધુમાં વધુ ભણાવવાની અપીલ કરી હતી અને તેમણે ટ્રસ્‍ટની આ પ્રવૃત્તિને પણ બિરદાવી હતી.

આ તકે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી મનસુખભાઇ ગોહિલે ટ્રસ્‍ટના નેજા હેઠળ આગામી ફેબ્રુઆરીમાં સમૂહ લગ્નના આયોજનની વિગતે વાત કરી હતી.

ટ્રસ્‍ટના શ્રી રમેશભાઇ ગોહિલે મહિલાઓ પણ વિકાસમાં સક્રિય ભાગીદાર બને તે માટે જય ભગીરથ મહિલા શરાફી મંડળીની રચના કરવા આહવાન કર્યુ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હરિભાઇ પ્રેસવાળા, શ્રી વિનુભાઇ માંડાણી, શ્રી ભૂપત પાથર, શ્રી વિરાટ અજાણી, શ્રી દલસુખભાઇ થાવાણી, શ્રી ધીરૂભાઇ ભેસાણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ચતુરભાઇ માંડાણીએ કર્યુ હતુ.