www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર ના દહીંથરા ગૌશાળા માં વિવિધ સંકુલો નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો

દામનગર ના દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દ્વારા આયોજિત લોકાર્પણ એવમ સત્કાર સમારોહ માં સંતો અને દાતા ઓ નું એક હજાર કરતા વધુ સમાન યુનિફોર્મ ધારી સ્વંયમ સેવકો દ્વારા બંને સાઈડ લાઇન બદ્ધ સ્વાગત પ્રવેશ કરાયો                    પૂજ્ય ભારતીબાપુ વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે દલપતગિરી ભવનાથ આશ્રમ સેવાદાસબાપુ સહિત ના સંતો અને વિવિધ સંકુલો ના દાતા ઓ ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સ ના જેન વણિક પ્રકાશભાઈ ગાંધી પરિવાર પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ ઇન્ડિયા નેશનલ હાઇવે અને બિલ્ડર્સ એશો ના અરવિંદભાઈ વાવીયા શિવધારા ગ્રુપ ના સોમજીભાઈ ઢોલરીયા સહિત દાતા સંસ્થા ઓ સનાતન ધૂન મંડળ ઢસા સુરત સરદાર ગૌ સેવા સુરત દામનગર અલખઘણી ધૂન મંડળ સુરત દામનગર સહિત ની ઓ દ્વારા ગૌશાળા સંકુલો માં વિવિધ નવનિર્મિત ભવનો ગોડાઉન અવેડા ચબુતરા શેડ મીટીંગ હોલ ૧૨ વિધા જમીન ઓવર હેડ પશુ હોસ્પિટલ ઓપરેશન રૂમ પશુ એમ્બ્યુલન્સ સહિત નું લોકાર્પણ કરાયું                      રાજસ્વી અગ્રણી ધારાસભ્ય લાઠી વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા ગોપાલભાઈ ચમારડી હરજીભાઈ નારોલા બી એલ રાજપરા પ્રકાશભાઈ જાદવાણી ધીરુભાઈ નારોલા પરમાર્થ સેવા મિશન સુરત જગદીશભાઈ સુતરીયા શલેશભાઈ સોની શ્રેણિકભાઈ ડગલી સુરેશભાઈ અજમેરા વીરેન્દ્રપારેખ  દિલીપભાઈ અજમેરા કાંતિભાઈ પારેખ અમરશીભાઈ નારોલા સહિત ના અગ્રણી ની ઉપસ્થિતિ માં લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો                                             સંતો અને મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી સમારોહ ખુલ્લો મુકાયો    વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે દ્વારા ગૌ સંસ્કૃતિ ની મહત્તા દર્શાવી  રાષ્ટ્રીય લેવલે જીવદયા ક્ષેત્રે ખૂબ મોટી સખાવતો કરતા દાતા ની ઉદારતા થી ગદગદિત ભારતીબાપુ ના આશીર્વચન પાઠવતું વક્તવ્ય    સામાજિક અગ્રણી ગોપાલભાઈ વસ્તપરા ની ગૌસેવા કરતા યુવાનો ની સેવા ની સરાહના કરાય  હજારો ગૌભક્તો સાધુ સંતો રાજસ્વી અગ્રણી ઓ દાતા ઓ ની હાજરી માં ભવ્ય રીતે લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો હતો