www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભાવનગર શહેર-જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી પર હલ્લાબોલ

આજરોજ ભાવનગર જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત સરકાર નાં શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરુધ્ધ માં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને FRC (ફી રેગ્યલેશન એક્ટ) નાં કાયદા માં જે સ્કુલ નું રજીસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ એમાં ઘણીં સકુલો એ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને DEO કચેરી મારફતે નોટીસ આપવામાં આવી હોવા છતા પણ હજુ સુધી નોંધણી કરવામાં નથી. તો શું આવી સ્કુલો માં ભાજપા નાં આગેવાનો ભાગીદાર છે…? આવા સામાન્ય પરિવાર નાં વિર્ધાથીઓ ને ખુબ તકલીફો નો સામનો કરવો પડતો હોય યુવા કોંગ્રેસ ની ટીમ NSUI સહિતના ઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આગામી દિવસો માં ભાવનગર જીલ્લા નાં વિર્ધાથીઓ કે વાલીઓ દ્વારા અમારો સંપર્ક સાધવામાં આવશે તો યુવા કોંગ્રેસની ટીમ તેમની સાથે છે અને  ઊગ્ર આંદોલન પણ ચલાવશે. ત્યારે આ કાર્યક્રમ માં ભાવનગર યુવા કૉંગ્રેસ ના શહેર કૉ_ડીનેટર શિવાભાઈ ડાભી ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ ના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ(લાલભા) મહાનગરપાલિકા ના વિરોધપક્ષ ના નેતા જયદીપસિંહ ગોહિલ શહેર પ્રમુખ રાજપાલસિંહ જાડેજા જિલ્લા યુવા કૉંગ્રેસ ના પ્રમુખ રાજકુમાર મોરી, n s u i ના પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, જિલ્લા યુવા કૉંગ્રેસ ના ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી વિધાનસભા પ્રમુખ  નિલદીપસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ  સંજયસિંહ ગોહિલ, તળાજા યુવા કૉંગ્રેસ ના પ્રમુખ મુકેશ પંડિયા, ગિરિરાજસિંહ વાળા, અક્ષયરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ રક્ષિત પટેલ, યશભાઈ માવાની, ભવિનભાઈ ઓજા, નીતિન ધાપા, જીતેન્દ્રભાઈ,રવીરાજસિંહ, અસ્લામભાઈ શેખ,વગેરે હોદેદારો હાજર રહ્યા હતા …