www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

આઇએમએફ દ્વારા પર્વતારોહણ તાલીમ યોજાશે www.indmount.org પરથી વિગતો ઉપલબ્‍ધ

ભારત સરકારની પર્વતારોહણ સંસ્‍થા ઇન્‍ડિયન માઉન્‍ટેનીયરીંગ ફાઉન્‍ડેશન (આઇએમએફ) દ્વારા પર્વતારોહક તાલીમ યોજવામાં આવે છે. રાજયના યુવાનોમાં પર્વતારોહોણની સાહસિક વૃત્તિમાં વધારો થાય અને યુવાનો આવી તાલીમમાં ભાગ લે તેવા આશયથી રાજય સરકાર દ્વારા યુવાનોને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

આઇએમએફ  દ્વારા જુલાઇ-ઓગષ્‍ટ દરમિયાન ૨૦ દિવસની પર્વતારોહણ તાલીમ યોજાનાર છે. હિમાચલ પ્રદેશના બારા શીગ્રી ગ્લેશિયર જે લાહોલ અને સ્‍પીટી જિલ્‍લામાં આવેલ છે ત્‍યાં થનાર છે. બેઝિક અને એડવાન્‍સ પર્વતારોહણની તાલીમ લીધેલ ૨૦ યુવાનોને રાજયભરમાંથી આ અભિયાન માટે પસંદ કરવામાં આવશે. પસંદગી પામેલા યુવકોને દૈનિક રૂ.૩૫૦૦/-મુજબનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

લાયકાત ધરાવતા યુવાનોએ આઇએમએફની વેબસાઇટ www.indmount.org પરથી જરૂરી વિગતો મેળવી લેવાની રહેશે. સમયમર્યાદમાં સીધી અરજી કરવાની તથા તેની એક નકલ સહાયક નિયામક (સાહસ), કમિશ્નર, યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બ્‍લોક નં.૧૧/ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન-ગાંધીનગરને મોકલવાની રહેશે, તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.