www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

.૧૧ જુલાઇ સુધીમાં હળવા/મધ્યમ વરસાદ અને તા.૧૨-તા.૧૩ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રમાં કેટલાક સ્‍થળોએ હળવા/મધ્યમ વરસાદ પડવાની અને તા.૧૨ અને તા.૧૩ જુલાઇ-૨૦૧૮ના રોજ કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવીને દર બે કલાકે તાલુકાની પરિસ્‍થિતિ તેમજ વરસાદ અંગેની વિગતો રિપોર્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન તલાટી કમ મંત્રી અને રેવન્‍યુ તલાટીએ તેમના સેજાના ગામ પર અચૂક હાજર રહેવાનું રહેશે. તા.૧૨ અને તા.૧૩ના રોજ ગામે હાજર હોવાની ખરાઇ કરાવી તે અંગેનો રિપોર્ટ અચૂક મોકલવાનો રહેશે, તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.