www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

તા.૧૭મીએ રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૭ જુલાઇ-૨૦૧૮ને મંગળવારના રોજ
સવારે ૧૧ કલાકે કમાણી સાયન્‍સ એન્‍ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ, લાઠી રોડ-અમરેલી ખાતે ભરતી મેળો (મેગા જોબફેર) અને સ્‍વરોજગાર શિબિર યોજાશે. જેમાં ધો.૫ કે તેથી વધુ ભણેલા, કોઇપણ વિદ્યાશાખાના સ્‍નાતક, આઇ.ટી.આઇ. પાસ, ડિપ્‍લોમાની લાયકાત ધરાવતા અને ૧૮  થી ૪૫ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે. આ ભરતી મેળામાં વિવિધ નોકરીદાતાઓ-સ્‍થાનિક નોકરીદાતાઓ ઉપસ્‍થિત રહેશે. ભરતી મેળામાં અસલ પ્રમાણપત્રની નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે
ઉપસ્‍થિત થવાનું રહેશે. વધુ વિગતો-માહિતી માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક- પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક કરવા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.