www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભા સાવર કુંડલા રોડ પર બે અલગ અલગ અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ.

ખાંભા

દશરથસિંહ રાઠોડ

સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો

આજે સવારે ખાંભા સવાર કુંડલા રોડ લાપાળા  પાસે સાવર કુંડલા રોડ પર તંત્ર ની બેદરકારી થી બે અલગ અલગ  અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા રોડ પર ચક્કાજામ થયો હતો પેહલા સવાર માં  અમદાવાદ રૂટ ની જલારામ ટ્રાવેલ્સ નો પીપર ના ઝાડ સાથે અકસ્માત.મુસાફરો  નો ચમતકારીક બચાવ થયો હતો.અને પાંચ વ્યક્તિ ને નાની મોટી ઇજા થયેલ હોવાનું જાણવા મળેલ હતું.ત્યાર બાદ આજ રોડ પર અગિયાર વાગે અન્ય એક ત્રિમૂર્તિ  ટ્રાવેલ્સની બસ બાજુ ની સાઈડ માં ઉતરી જતા બે કલાક સુધી રોડ બંધ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતાં વાહનો ની કતારો લાગી હતી આ જગ્યા પર એક  જ મહિના મા નાના મોટા થી છ કરતા વધારે  અકસ્માત .વળાક મા ખાડો હોવાથી  વારંવાર અકસ્માત થતો હોય છે અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આ રોડ પર નો ખાડો બુરવા માં આવતો નથી જેના કારણે વાહન ચાલકો આ જગ્યા પર વરમવાર અકસ્માત સર્જાય છે અને કોઈ મોટો અકસ્માત  સર્જાય અને કોઈ નો જીવ હોમાય તે પહેલાં યોગ્ય કરવા વાહન ચાલકો માં માંગ ઉઠવા પામી છે