www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

કલોરાણા, દરેડ અને નાની કુંડળ ખાતે પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવા અરજી મંગાવવામાં આવી

પંડિત દીનદયાલ ભંડાર યોજના અન્વયે બાબરા તાલુકાના કલોરાણા, દરેડ અને નાની કુંડળમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવામાં આવનાર છે. આ ભંડાર માટે કલોરાણા ગામે શિક્ષિત પુરૂષ-મહિલા બેરોજગાર ઉમેદવાર તેમજ દરેડ અને નાની કુંડળ ગામે જાહેર સંસ્‍થા કે જાહેર મંડળે અરજી કરવાની રહેશે.

અરજી કરવા ઇચ્‍છુકોએ તા.૧૯ જુલાઇ-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કામકાજના કલાકો દરમિયાન મામલતદાર કચેરી-બાબરા ખાતે અરજી પહોંચાડવાની રહેશે. રૂ.૨૦ની કિંમતનો નોન જ્યુડિશ્યલ એડહેસિવ સ્‍ટેમ્પ લગાડવાનો રહેશે. મુદ્દત વિત્‍યે મળેલી તેમજ અધૂરી વિગતોવાળી અરજી રદબાતલ કરવામાં આવશે. વધુ વિગતો માટે મામલતદાર કચેરી-બાબરાનો સંપર્ક કરવા, મામલતદારશ્રી-બાબરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.