www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરી પણ ચણાની રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા ન થઇ

અમરેલી જીલ્લામાં સરકાર નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવના ચણાની ખરીદી દોઢેક માસ પહેલા સાવરકુંડલાના એ.પી.એમ.સી.માં ખરીદી કરવામાં આવી હતી ૧૨૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવના ચાના વેચવાની નોંધણી કરવ્યા બાદ આજે દોઢેક માસ જેવો સમય ગાળો વીતી ગયો છે માથે ચોમાસું પણ આવી ગયું છે મોટાભાગે ખેડૂતોએ વાવણી કરી દીધી છે પણ ટેકાના ભાવના ચણાનું વેચાણ કરનાર ખેડૂતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી નિર્માણ પામી છે સાવરકુંડલા ના વિજય રાઠોડ નામના ખેડૂતે ૮૦ મણ ચણા ટેકાના ભાવે વેચ્યા હતા પણ હજુ સુધી ટેકાના ભાવના પૈસા ખેડૂતને મળ્યા ન હોવાથી ૨૦ વીઘાની જમીન પર ખેડૂત વાવણી વિહોણો જોવા મળી રહ્યો છે અને સરકાર સામે પૈસા ચુકવવાની કાકલુદી કરી રહ્યા છે

વીઘામાં પશુ માટે રજકાનું વાવેતર ઉભું છે અને ૨૦ વીઘા હજુ વાવેતર કર્યા વિના ખેડૂત જમીન ખેડાણ નથી કરી શક્યો ૮૦ મણ ચણા સરકારને ટેકાના ભાવના વેચ્યા બાદ પૈસા વિના ખેડૂત વાવણી કરવામાં અસમર્થ છે ૫ વીઘામાં રજકાનું વાવેતર કરીને બીજી ૨૦ વીઘાની વાવણી ન કરતા હવે ખેડૂતના ભાગિયા પણ પૈસા વિના ખેતી કામો છોડવાની વાતો કરતા ખેડૂત વધુ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદ કરાયેલા ટેકાના ભાવના ચણા અંગે સાત બાર આંઠ અ ની ગ્થાવન કરીને ઉપર લેવલે ડોક્યુમેન્ટ રવાના કરવાની કામગીરી વેગવંતી બનાવી છે