www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘ મહેરથી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં અંધરાધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ થઈ ગયો છે કુંભારીયા બ્રીઝ પરથી વહેલી સવારે ત્રણ ફૂટ પાણી બેઇઝ પરથી ચાલી રહ્યા હતા ત્યારે જોલાપુરી નદી ના પુરના પાણીના પ્રવાહથી કુંભારીયા નો અડધો બ્રીઝ ધબોય નમઃ થઈ ગયો છે હાલ પણ બ્રિજો માં તિરાડો પડી રહી છે અને જો વધુ વરસાદ આવે તો પુર માં પ્રકોપથી કુંભારીયા બ્રીઝ પાણીમાં તણાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે