www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

બાબરા દલિત સમાજ દ્વારાપીએસઆઇ ને આવેદન પત્ર પાઠવી જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગ

દિલ્હીમાં જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણ નું પુસ્તક ફાડી અને સળગાવતા બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી બાબરા પીએસઆઇ ને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા જણાવ્યું
દિલ્હીમાં કોઈ અજાણ્યા મનુવાદીઓ દ્વારા બંધારણ નું પુસ્તક સળગાવવામાં આવતા સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા ભારે રોષ ની લાગણી વ્યક્ત કરી જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી
ત્યારે બાબરામાં દલિત સમાજના અગ્રણી જીવરાજભાઈ પરમાર,નાનજીભાઈ મારૂ, નરેશભાઈ મારુ,વિનુભાઈ મારુ,મુકેશભાઈ, યોગેન્દ્ર ભાઈ સહિતના અગ્રણીઓ દ્વાર બાબરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એસ.વી.સરવૈયા ને આવેદન પત્ર પાઠવી ઝીરો નંબર થી ફરિયાદ દાખલ કરી દિલ્હી ખાતે મોકલવા જણાવ્યું હતું