www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

ચિત્તલ  ગામેથી  ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ઇંગ્લીશ દારુ ની ૨૨ નાની બોટલ તથા ૪ ટીન બીયર ચિત્તલ ગામે  થી એક રહેણાંક મકાનમાંથી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા ,હેડ કોન્સ સીકંદરભાઇ સૈયદ તથા ચિત્તલ ઓ.પી.ના  હેડ કોન્સ. મુળજીભાઇ ચુડાસમા , હેડ કોન્સ એ.પી.ડેર ,પો.કોન્સ કિશનભાઇ સોલંકી ,લોકરક્ષક વિરેન્દ્રસિંહ ચૌહાણ , લોકક્ષક કિરીટભાઇ મકવાણા તથા ડ્રા. પો.કોન્સ. ક્રિપાલસિંહ ગોહીલ તથા ડ્રા. પો.કોન્સ. રમેશભાઇ ગોહીલ  વિ.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન  બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી તાલુકા ના ચિત્તલ ગામે એક ઇસમ પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ વેચાણ કરે  છે. જેથી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા  ચિત્તલ ગામે સરમાળીયા પ્લોટ વિસ્તાર મા રહેતો ઇન્દ્રજીત મહોબતસિંહ રાઠોડ ઉ.વ. ૨૩ રહે. ચિત્તલ સરમાળીયા પ્લોટ વાળા એ પોતા ના રહેણાંક મકાને  પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ જ્હોન માર્ટીન પ્રીમીયમ વ્હીસ્કી ની નાની બોટલ નંગ ૨૨ જે એક બોટલ ની કિ. રૂ. ૧૦૦/- ગણી  કિ. રૂ. ૨૨૦૦ /- નો  મુદ્દામાલ તથા એલીફન્ટ કાલ્સબગૅ સ્ટોગ સુપર પ્રીમીયમ બીયર ટીન નંગ ૪ જે એક ટીન ની કિરૂ.૧૦૦ લેખે  કિ. રૂ. ૪૦૦ /- નો  મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૬૦૦/- સાથે આરોપી ઇન્દ્રજીત મહોબતસિંહ રાઠોડ ઉ.વ. ૨૩ રહે. ચિત્તલ સરમાળીયા પ્લોટ તા.જી. અમરેલી વાળાને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.