www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

 બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો 

બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો

અહીંની લુહાર સમાજની વાડી ખાતે તાપડીયા આશ્રમ ના મહંતશ્રી પૂજ્ય ઘનશ્યાદાસ બાપુના આશીર્વાદ સાથે આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં નાયબ કમિશનર (જીએસટી) અમરેલી તેમજ સમાજ કલ્યાણ વિભાગ ના અધિકારી બી.ટી. ભાલાળા,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,માજી પ્રમુખ ખીમજીભાઈ મારુ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,ભાજપ અગ્રણી ભુપેન્દ્રભાઈ બસિયા,ટીડીઓ બી.જી સોલંકી,પીએસઆઇ નિમાવત,પત્રકારમાં રાજુભાઈ બસિયા,મનોજભાઈ કનૈયા,પંકજભાઈ ઇન્દ્રોડિયા, પ્રતાપભાઈ ખાચર,મુકેશભાઈ એડવોકેટ,પ્રકાશભાઈ,ધીરુભાઈ, વિપુલભાઈ, ભરતભાઇ નાવડીયા,સહિત દેવીપૂજક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
    જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સો પ્રથમવાર બાબરામાં તાલુકાના ધોરણ નવ થી ઉચ્ચ અભ્યાસ સુધીના  ૧૦૧ તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ નું આયોજન કરવામા આવ્યું હતું જેને પ્રોત્સાહિત કરવા દરેક સમાજના આગેવાનો અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
      દેવી પૂજક સમાજમાં કુ રિવાજો અંધ શ્રદ્ધા પ્રત્યે જાગૃતિ આવે સમાજ શિક્ષિત અને સંગઠિત બને તેવા ઉમદા હેતુ સાથે આ કાર્ય જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું
   અહીં પૂજ્ય ઘનશ્યાદાસ બાપુ સહિત ઉપસ્થિત આગેવાનો ના વરદ હસ્તે વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ,પ્રમાણપત્ર,અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ કાવઠીયાના માર્ગદર્શન હેઠળ ઉપ પ્રમુખ પ્રકાશભાઈ જસાણીયા,કિશોરભાઈ, અરજણભાઈ,વિજયભાઈ, સહીત ના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી