www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લીલીયા વિસ્તારમા ભારે પવન અને વરસાદને કારણે લીલીયા ના 38 ગામોમાં અંધારપટ છવાયો

અમરેલી પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરની યાદી પ્રમાણે….આજરોજ સાંજના 5 કલાકના સુમારેથી ભારે વરસાદ અને પવનને લઈને 66 કેવી લાઇન સાવરકુંડલા થઈ લીલીયાની ફોલ્ટમાં ગયેલ છે.જેટકોનો સ્ટાફ આ ફોલ્ટ દૂર કરવા માટે પેટ્રોલિંગ અને સતત કાર્યરત છે. જેટકો લાઇન ફોલ્ટને લીધે 66 કેવી સબસ્ટેશન લીલીયા અને 66 કેવી સબસ્ટેશન ગુંદરણ હેઠળના લીલીયા તાલુકાના 38 ગામોમાં વીજપુરવઠો બંધ થયેલ છે. જેટકો સ્ટાફ દ્વારા બન્ને 66 કેવી સબસ્ટેશનો કાર્યરત થયે આ તમામ ગામોનો વીજપુરવઠો પુનઃસ્થાપિત થશે..
સાવરકુંડલા, લીલીયા વિસ્તારમા ભારે પવન અને વરસાદને કારણે લીલીયા ના 38 ગામોમાં અંધારપટ છવાયો. જેટકોનો સ્ટાફ વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા કામે લાગ્યો