www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પાણીની ઉંચી ટાંકી અને પાઈપ લાઈનના કામ માટે ૩ કરોડ રૂપીયા મંજુર કરાવતા સાંસદ શ્રી નારણભાઈકાછડીયા

તા.૭જુલાઈ ૨૦૧૮ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના બાબરા તાલુકાના ગામ વાઈઝ પ્રવાસ દરમ્‍યાન સુખપુર, ખંભાળા અને વાંકીયા ગામના આગેવાનો અને લોકોએ ત્રણેય ગામોમાં પિવાનું પાણી ન મળવા બાબતે રજૂઆત કરેલ હતી. લોકોએ કરેલ રજૂઆત મુજબ કોટડાપિઠા થી બાબરા તાલુકાના ર4 ગામો અને રાજકોટ જિક્ષ્લાના ૭૫ ગામોને પાણી આપવામાં આવતુ હોવાને લીધે આ ત્રણેય ગામોને નિયમિત અને પુરતુ પાણી મળતુ નથી. સાંસદશ્રી તાત્કાલિક ધોરણે રજૂઆત કરાવી તથા સાંસદશ્રીએ તાત્‍કાલિક ધોરણે સરકારશ્રી અને પાણી પુરવઠા બોર્ડને અસરકાર રજૂઆત કરેલ અને જેના પરીણામે ફકત ત્રણ માસના સમયમાં જ કોટડા5પીઠા ખાતે હેડવર્કસની ઉંચી 5પાણીની ટાંકી અને 17 કિ.મી. પી.વી.સી.પાઈપ લાઈનના કામ માટે રૂા.૩ કરોડ મંજુર થયેલ છે, જેનું ટેન્‍ડરીંગ પણ થઈ ગયેલ છે અને આગામી ૬ તારીખે આ કામનું ટેન્‍ડર પણ ખુલી જશે તેવું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.