www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા-૨૦૧૮અખંડ ભારતના શિલ્પી વિરલ વ્‍યક્તિત્વ સરદાર પટેલે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યો બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરાએ સરદાર સર્કલ ખાતે સરદારશ્રીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતુ. આ પ્રસંગે અધ્‍યક્ષશ્રી ઘોડાસરાએ કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદારે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યો છે. ભારત ભૂમિ ભગવાન રામ, ભગવાન કૃષ્‍ણ, ભગવાન મહાવીર, ભગવાન બુધ્‍ધ, પૂ. મહાત્‍મા ગાંધી સરદાર પટેલ, રવિશંકર મહારાજ જેવા અનેકવિધ મહાપુરૂષોની ભૂમિ છે. શ્રી ઘોડાસરાએ વધુમાં કહ્યું કે, વિષમ પરિસ્‍થતિ છતાં રજવાડાઓનું વિલીનીકરણ કરવાનું વિરાટ કાર્ય કરનાર સરદાર પટેલનું વિરલ વ્‍યક્તિત્વ ગુજરાત માટે ગૌરવ સમાન છે. ગુજરાતમાં નિર્માણ પામતા સરદાર પટેલની આ પ્રતિમા એ માત્ર પ્રતિમા નથી પરંતુ સરદાર પટેલના વિરલ વ્‍યક્તિત્વ, તેમના કર્મ અને રાષ્‍ટ્રીય ભાવનાના પ્રેરક વિચારોને રજૂ કરે છે. તેમણે સરદાર પટેલના નેતૃત્‍વના ગુણો સહિત તેમના જીવનપ્રસંગોને તાજા કરી યુવા પેઢીને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, સરદાર પટેલે અખંડ ભારત માટે કરેલા પ્રયત્‍નો પ્રેરણાદાયી છે. તેમની પ્રતિમાનું સ્વપ્‍ન વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સેવ્યું હતુ, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. ભારતના ૬ લાખથી વધુ ગામડાઓમાંથી ખેતીના સાધનોના લોખંડના ટૂકડાઓનો ઉપયોગ કરી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ પ્રતિમા પ્રવાસીઓના આર્કષણનું કેન્‍દ્ર પણ બનશે. પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝા, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવ, મુખ્‍ય જિલ્‍લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, ડૉ. સિંઘ, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી ભરતભાઇ વેકરીયા, શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી જીતુભાઇ ડેર, શ્રી અશ્વિનભાઇ સાવલીયા, અમરેલી શહેરના નાગરિકો તેમજ ધાર્મિક-સામાજિક સહિતની સંસ્‍થાઓ પણ એકતા યાત્રામાં જોડાયેલ. શાબ્‍દિક સ્‍વાગત પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણીએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ. અત્રે ઉલ્‍લેખનીય છે કે, તા.૨૦ થી તા.૨૯ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન અને તા.૧૫ થી તા.૨૪ નવેમ્બર દરમિયાન એકતા રથ યાત્રા સમગ્ર અમરેલી જિલ્‍લામાં ફરશે.