www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના મોટા ગોખરવાળા ગામ ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી તાલુકામાં એકતા યાત્રા દરમિયાન સાસંદશ્રી કાછડીયા સહિતના મહાનુભાવો જોડાયા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અને સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ લીલી ઝંડી ફરકાવી એકતા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, અગ્રણી સર્વશ્રી જીતુભાઇ ડેર, શ્રી રામભાઇ સાનેપરા તેમજ શ્રી રવુભાઇ ખુમાણ સહિતના આગેવાનોએ અમરેલી તાલુકાના કેરીયાનાગસર, દેવળીયા, મોટા ગોખરવાળા, વિઠ્ઠલપુર, દેવરાજીયા, વાંકીયા, સરંભડા, બાબાપુર, મોટા માંડવડા અને જાળીયા ગામે એકતા યાત્રા રથમાં ફર્યા હતા. આંકડા મદદનીશ શ્રી એમ.પી. પડશાળા રથ રૂટ કો-ઓર્ડિનેટર તરીકે, શ્રી એન.એચ. હઠીનારાયણ, શ્રી એમ.બી. વાઘેલા, શ્રી એ.બી. અગ્રાવત, શ્રી એમ.બી. ભુંભલીયા, શ્રી એન.સી. નિમાવત, શ્રી ડી.કે. મકવાણા, શ્રી એમ.એમ. મેરીયા, શ્રી બી.એસ. ત્રિવેદી, શ્રી એસ.એ. ચાવડા, શ્રી કે.આર. માતરીયાએ સંબંધિત ગામના ઇન્‍ચાર્જ તરીકેની ફરજ બજાવી હતી. સરપંચશ્રી યોગેન્‍દ્રસિંહ ઝાલાએ સરદાર પટેલ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી મોટા ગોખરવાળા ગામમાં રથનું પારંપારિક રીતે સ્‍વાગત કર્યુ હતુ. આ ઉપરાંત બગસરા તાલુકામાં સમઢીયાળા, કાગદડી, લુંઘીયા, સુડાવડ, શાપર, માણેકવાડા, ઘંટીયાણ, નવી હળિયાદ, જુની હળિયાદ અને મોટા મુંજીયાસર ખાતે એકતા યાત્રા રથ ફર્યો હતો. મામલતદાર કચેરી-બગસરાના શ્રી ડી.એફ. ગોંડલિયા રથ રૂટ કો-ઓર્ડિનેટર તરીકેની તથા એન.આર. વઘાસીયા, શ્રી એ.કે. ભેરાઇ, શ્રી પી.કે. ડાભી, શ્રી વી.એમ. સોરઠીયા, શ્રી વાય.આર. નાય, શ્રી એન.ડી. બામટા, શ્રી જે.ઓ. મકવાણા, શ્રી એ.એસ. ગૌસ્‍વામી, શ્રી એ.યુ.નાવર, શ્રી જે.ડી. સોલંકીએ સંબંધિત ગામના ઇન્‍ચાર્જ તરીકેની ફરજ બજાવી હતી. ગામોમાં લોકોએ એકતા રથનું સાંસ્‍કૃત્તિક રીતે સ્‍વાગત કર્યુ હતુ. સરદાર પટેલના જીવનકવન, તેમનું નેતૃત્‍વ કૌશલ્‍ય અને તેમણે અખંડ ભારત માટે કરેલા પ્રયાસો સહિતની બાબતોને એકતા રથમાં સાંકળી લેવામાં આવી છે.