www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અલ્ટોકારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેર-ફેર તેમજ ધારી તાલુકાના ખોખરા મહાદેવ સામે આવેલ વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્ધ  કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
💫જે અન્વયે ગઇ કાલ તા.૨૦/૧૦/૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ ધારી પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે મયુર નારાયણભાઇ રૈયાણી, રહે.ઉના વાળો પોતાની અલ્ટો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ખાંભા તરફથી આવે છે અને ધારીમાંથી નીકળનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં ધારી ટાઉનમાં એસ.ટી.બસ સ્ટેશન પાસે વોચ ગોઠવતાં બાતમી વાળી અલ્ટો કાર આવતાં તેને રોકી ચેક કરતાં કારમાં પ્લાસ્ટીકના કોથળામાં ભરેલ અલગ અલગ બ્રાન્ડના *ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૩૬ તથા બિયરના ટીન નંગ-૧૦ મળી કુલ કિં.રૂ.૧૫,૦૦૦/-* નો મુદ્દામાલ મળી આવતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિં.રૂ.૧૫,૦૦૦/- તથા *અલ્ટો કાર રજી.નં. જી.જે.૨૭.એ.પી.૫૨૦૮* કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ. ૨,૧૫,૦૦૦/-* નો મુદ્દામાલ કબજે  કરી અલ્ટો કારના ચાલક *મયુર નારાયણભાઇ રૈયાણી, ઉં.વ.૩૧, રહે.ઉના, પટેલ સોસાયટી, પાતાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં* વાળા વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. અને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી મેળવેલ છે અને ક્યાં આપવાનો હતો તે અંગે તપાસ તજવીજ શરૂ કરેલ છે.
💫આ ઉપરાંત ધારી તાલુકાના હરિપરા ગામે રહેતો સુરેશ કેશુભાઇ અંટાળા પોતાની ખોખરા મહાદેવ સામે આવેલ વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીમાં આવેલ લીંબુડીના ઝાડ નીચે પ્લાસ્ટીકના કોથળામાંથી *ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૦, કિં.રૂ.૩૦૦૦/-* નો મુદ્દામાલ મળી આવતાં પ્રોહી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપી *સુરેશ કેશુભાઇ અંટાળા, ઉં.વ.૪૨, રહે.હરિપરા, તા.ધારી* વાળા વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ ધારી પોલીસ સ્ટેાશનમાં સોંપી આપેલ છે.
*આમ, *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા એક જ દિવસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે બે સફળ રેઇડ કરવામાં આવેલ છે.