www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

કાર્યક્રમનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા અમરેલી જિલ્‍લા વહીવટીતંત્રનો અનુરોધ

વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકલેની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં પ્રજાજનો વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ઇન્‍દિરા ગાંધી રાષ્‍ટ્રીય વૃધ્‍ધ સહાય, વિધવા સહાય, દિવ્‍યાંગ પ્રમાણપત્ર, મા વાત્‍સલ્ય કાર્ડ, મા
અમૃત્તમ કાર્ડ, ઘરેલું નવા ચીજ જોડાણ, જનધન યોજના બેંક એકાઉન્‍ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય)-મંજૂરીપત્ર, જન્‍મ મરણ પ્રમાણપત્ર જેવી ૧ થી ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ આ સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવશે. આ યોજનાઓનો લાભ પ્રજાજનોને મોટા પ્રમાણમાં મળી રહે તે માટે અમરેલી જિલ્‍લાના ગ્રામ્ય વિસ્‍તારોમાં સેવાસેતુ યોજવા અંગેનો તારીખ, વાર, સ્‍થળ, સમય
સાથેના કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. સેવાસેતુ કાર્યક્રમ-૨૦૧૮ મુજબ તા.૨ નવેમ્‍બર-૨૦૧૮ને શુક્રવારના રોજ લાઠીના દેરડી જાનબાઇ, અમરેલીના મોટા ગોખરવાળા, ધારીના રાજસ્‍થળી ખાતે તેમજ તા.૩જીએ રાજુલાના કુંડલીયાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. નિયત તારીખ અને સ્‍થળ, સમયે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તો આ કાર્યક્રમનો તમામ પ્રજાજનોને બહોળી સંખ્‍યામાં લાભ લેવા અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છે.