www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી કે. જે. ચૌધરી સા. નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખબાઇ ગામની સીમમાં ઇંગ્લીશ દારુના દરોડા પાડતી રાજુલા પોલીસ.

રાજુલા પો. સ્ટે.ના ઇન્ચા. પી.આઇ. શ્રી ડી.એ. તુવર તથા પી.એસ.આઇ. શ્રી વી. વી. પંડ્યા તથા સ્‍ટાફના માણસોએ બાતમી આધારે ખાખબાઇ ગામના *નજુભાઇ અમરૂભાઇ વરૂ* ની વાડીએ રેઇડ કરતા વાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં Mc Dowell’s No.1 બોટલ નંગ-22 તથા Royal Challenge બોટલ નંગ-17 એમ *કુલ બોટલ નં. 39 જેની કુલ કિ.રૂ. 15,500/-* નો મળી આવેલ અને વાડી માલીક હાજર મળી આવેલ ન હતો હાલ તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આમ, *રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા દીવાળી પર્વ શાંતિપૂર્વક ઉજવાય અને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ પર સદંતર રોક લાગે તેવા સધન પ્રયાસો હાથ ધરાયા છે