www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફુ્ટ વિતરણમાં સેવા આપનાર “સારહીના સેવાધારી” ઓનો સન્માન સમારોહ યોજાઓ

આજરોજ દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ અમરેલી ખાતે તા.14-11-2018 ના રોજ સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સિવિલ હોસ્પિટલમાં છેલ્‍લા દશ વર્ષોથી દર
સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફુ્ટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓના સન્‍માન સમારોહ માન.શ્રી દિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ
સ્‍થાને અને ઉદઘાટક તરીકે શ્રી નારણભાઈ કાછડીયા તથા મુખ્‍ય મહેમાન પદે બાવકુભાઈ ઉંધાડ ની ઉપસ્‍થિતીમાં યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્‍થાના પ્રમુખશ્રી મુકેશ
સંઘાણીના સ્‍વાગત પ્રવચનથી થઈ હતી ત્‍યારબાદ મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્‍લો મુકાયો હતો. તમામ સન્‍માનીત સભ્‍યોને સન્‍માનપત્ર,
શાલ અને પુષ્‍પગુચ્‍છ મંચસ્‍થ મહાનુભાવો દ્વારા અર્પણ કરી તેઓનું પરિવાર સહિત સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. આ તકે કાર્યક્રમના માન.અઘ્‍યક્ષશ્રી દિલીપભાઈ સંઘાણીએ કહયુ હતુ કે ઘણા વર્ષોથી સામાત્ત્ક ક્ષત્રે, ધાર્મિક ક્ષોત્રે કે કુદરતી આફત વખતે લોકોની વ્‍હારે આ સંસ્‍થા આવે છે તે બદલ સંસ્‍થાના પ્રમુખશ્રી મુકેશ સંઘાણી અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ હતા. ઉદઘાટકશ્રી નારણભાઈકાછડીયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે 71 વર્ષની ઉમરના બાવનભાઈ રેકડી ચલાવી અને તેમનુ ગુજરાન ચલાવતા હોય તેઓ અને આ તમામ સભ્‍યો નિસ્‍વાર્થ ભાવે અજાણ્‍યાના આસુ લુછવાનુ કામ સંસ્‍થાના પ્રમુખ મુકેશ સંઘાણીની આગેવાનીમાં કરતા હોય તેમને બિરદાવેલ હતા. મુખ્‍ય મહેમાનશ્રી બાવકુભાઈ ઉંધાડે જણાવેલ કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ દાખલ થાય છે તેમની વ્‍હારે આ સંસ્‍થા ફુ્રટ વિતરણ કરી નિસ્‍વાર્થ ભાવે પોતાના કામ ધંધા રોજગાર છોડી ખડેપગે રહે છે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ત્‍યારબાદ સારહિ પરિવારના તમામ પરિવારો તેમજ આમંત્રિત મહેમાનો તથા આગેવાનો સાથે મળીને ગુજરાતી નાટક ભભલગ્ન કર્યા ને લોચા પડયાભભ માણ્‍યુ હતુ.