www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી ખાતે કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા અંગેની બેઠક યોજાઇ

અમરેલી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને મગફળી ખરીદી પ્રક્રિયા અમલીકરણ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નિયુક્ત ટીમને મગફળી ખરીદી પ્રક્રિયા અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી. ખરીદી દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે નિયત થયેલ તમામ ધારાધોરણો જળવાઇ અને મગફળીના જથ્થાને યોગ્ય રીતે ભરવાની કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતુ. સરકાર દ્વારા મગફળીના નિયત ધારધોરણો મુજબ મગફળી ખરીદવામાં આવી રહી છે ત્‍યારે નબળી ગુણવત્તાવાળી મગફળીની ખરીદી ન થાય તે અંગે પણ તકેદારી લેવા તેમણે તાકીદ કરી હતી. કલેકટરશ્રી ઓકે વધુમાં કહ્યું કે, અમરેલી જિલ્‍લાના નવ ખરીદ કેન્‍દ્રો પર મગફળી ભરવા માટે દૈનિક અંદાજે ૩૭,૫૦૩ બારદાનની જરૂરિયાત રહે છે ત્‍યારે આ બારદાન રાજકોટ જિલ્‍લામાંથી આવનાર છે. મગફળીની ખરીદી તા.૧૫થી શરુ થયેલ છે, જિલ્‍લામાં અંદાજે દૈનિક અઢી હજાર કિગ્રા જેટલી મગફળીની આવક થઇ રહી છે પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે થતાં ઝાકળભર્યા વાતાવરણથી આ સ્‍ટોક્સને કોઇ નુકશાન ન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ખરીદી માટેની યોગ્ય વ્‍યવસ્‍થા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી એટલે કે તા.૧૭ સુધી વધારાની મગફળીનો સ્‍ટોક્સ ખરીદ કેન્‍દ્રો પર એકત્રિત ન થાય તે જોવા સૂચના આપી હતી. મગફળીને નુકશાન ન થાય તે માટે તાડપત્રીની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવનાર છે. બેઠકમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોર, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.