www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી ગુજરાત

ખંભાળિયા-લીમડી હાઈવે પર દ્વારિકા નજીક ગામ વચ્ચે ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવાશે

રૂ. ૮૩.૬૬ કરોડના ખર્ચે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાથ ધરવામાં આવ્યુ કામ દેશમાં જુદી-જુદી દસ જગ્યા પર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા ઉભી કરાશે. માલસામાન તથા જીવન જરૂરી ચીજવસ્તુના પરિવહન તથા સૈન્ય સંચાલન માટે સડક અને રેલ માર્ગો મુખ્ય આધાર છે. પરંતુ કુદરતી આફતો તથા તાકીદનાં પ્રસંગે સડક અને રેલમાર્ગ ખોરવાઈ જાય છે, ત્યારે માત્ર હવાઈમાર્ગ આખરી વિકલ્પ
હોઈ છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગે જયારે તાકીદે સહાય પહોંચાડવી હોઈ તો હવાઈ સેવા જ વિકલ્પ હોઈ છે. પરંતુ ‘ઈમરજન્સી લેન્ડીંગ’ની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે. આ માટે ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડીંગ’ની સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ ‘ઈમરજન્સી લેન્ડીંગ’ વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ
પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન એયર ફોર્સનું એક ઇન્ટર મીનીસ્ટ્રીઅલ કો-ઓર્ડીનેશન ગ્રુપ બનાવવામાં આવેલ તેમજ સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇન્ડિયન એયર ફોર્સ અને નેશનલ હાઈવે ઓથોરીટી
દ્વારા સંયુક્ત ઇન્સ્પેકશન ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવેલ છે. શરૂઆતના તબક્કે જુદા-જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ કરવા અંગે ફીઝીબીલીટી સ્ટડી હાથ ધરવામાં આવેલ. ફીઝીબીલીટી સ્ટડીના આધારે ૧૩ માર્ગો પર ઈમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ શક્ય જણાયું. આ ૧૩ પૈકી ૨ માર્ગો જુદી જુદી રાજ્ય સરકારો હસ્તકના છે, જયારે બાકીના ૧૧ સ્થળો નેશનલ હાઈવે ઓથોરીટી હસ્તકના છે. આ ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપની ડીઝાઈન તથા જરૂરી સુવિધાઓ માટે સ્ટાન્ડર્ડ ડીઝાઇન બનાવવામાં આવેલ છે. આ ડીઝાઈન અનુસાર તેમા ચાર હવાઈયાન પાર્કિંગ સ્લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્ટ્રીપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્ટ્રીપની બન્ને સાઈડ પર વીજળીના થાંભલા, મોબાઈલ ટાવર, વૃક્ષો, વિગેરે દૂર કરવામાં આવશે. ૫ થી ૬ કી.મી. લંબાઈની આ એર સ્ટ્રીપમાં રોડ વચ્ચે ડીવાઈડર રહેશે નહિ. ૬૦ મીટર પહોળા આ રોડમાં બંને બાજુ મળીને ૩૩
મીટર જેટલો સિમેન્ટ કોંક્રીટ રોડ રહેશે. ગુજરાતમાં પણ ખંભાળિયા-લીંબડી નેશનલ હાઈવે પર દ્વારકા જીલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે ૫ કી.મી. લંબાઈની ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાનું કામ ચાલુ કરેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનશે. દેશમાં જે ૧૧ જગ્યા પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જે ઈમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાની છે તેની યાદી નીચે મુજબ છે.