www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

દામનગર ભગવાન ચિ. શાલીગ્રામ ના વૃંદાજી સાથે લગ્ન ભવ્ય લગ્નોત્સવ તુલસી વિવાહની ઉજવણી

દામનગર શ્રી નવદુર્ગા મહિલા મંડળ ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજિત તુલસી વિવાહ ચિ શાલીગ્રામ ભગવાન  સંગ ચિ વૃંદાજી તુલસીજી નો ભવ્ય  લગ્નોત્સવ ઉજવાયો . દામનગર શહેર ના રામજી મંદિર ખાતે થી શાલીગ્રામ ભગવાન ની જાન વાજતે ગાજતે પ્રસ્થાન થઇ શહેર ના સરદાર ચોક મુખ્ય માર્ગો પર ફરી દર્શનીય જાન ૧૧૧ પ્લોટ વિસ્તાર માં પહોંચી હતી. ભાવિક જાનેયા ઓ ના નાચ ગાન  અને  હર્ષ ઉલ્લાસ સાથે નવદૃર્ગા મંદિર પહોંચી જ્યાં સામૈયા થી ઉષ્મા ભર્યું ભગવાન નું જાનેય સાથે સ્વાગત કરાયું હતું.                          જાન આગમન થી લઈ સાંજે ૫-૦૦કલાકે હસ્ત મેળાપ લગ્ન ગીતો ફટાણા ની રમઝટ બોલાવતી મહિલા મંડળ ની બહેનો  દ્વારા  ભગવાન નો  લગ્નોત્સવ ભવ્ય રીતે  ઉજવાયો ધાર્મિક સામાજિક અનેકો અગ્રણી ઓ ભગવાન ની જાન માં જાનેંયા બની આવ્યા ખૂબ ઉત્સાહ થી ભગવાનો નો ભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો