www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

કલેકટરશ્રી આયુષ ઓકે લાઠી અને બગસરાના માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે લાઠી અને બગસરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી અને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. કલેકટરશ્રીએ કહ્યુ કે, અમરેલી જિલ્‍લાના નવ કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં સાડા ૧૧ હજાર ક્વિન્‍ટલ મગફળી ખરીદવામાં આવેલ છે. શ્રી ઓકે વધુમાં ઉમેર્યુ કે, બગસરા માર્કેટ યાર્ડમાં ૧,૨૫૦ ક્વિન્‍ટલ મગફળી ખરીદવામાં આવી છે. બગસરામાં આજે ૧,૫૦૦ ક્વિન્‍ટલ મગફળી ખરીદીનો અંદાજ છે. લાઠી માર્કેટ યાર્ડ ખાતે તા.૧૯મી સાંજ સુધીમાં ૫૫૦.૨૫ ક્વિન્‍ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. કલેકટરશ્રી આયુષ ઓકની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સર્વશ્રી અસારી, શ્રી
આર.કે. ઓઝા અને મામલતદાર સર્વશ્રી નીનામા અને શ્રી તલાટ, ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજરશ્રી ડી.જે. લશ્કરી સહિત સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.