www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી ખાતે વિશ્વ જમીન સ્‍વાસ્‍થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલી દ્વારા આત્‍મા પ્રોજેકટ તથા જિલ્લા ખેતીવાડી કચેરીના સહયોગથી તા.૫ ડિસે.ના રોજ વિશ્વ જમીન સ્‍વાસ્‍થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાસંદશ્રી નારણભાઇએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો હતો. જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સી.એમ. પાડલીયા તથા જુનાગઢ કૃષિ યુનિ.ના વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. પટેલ, શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓએ દ્વારા ખેડૂતોને ઉપયોગી અને મદદરૂપ બાબતો- પ્રવૃત્તિઓની વિસ્‍તૃત્ત માહિતી આપવામાં આવી હતી. જમીન સુધારણા અને ખેતીમાં જમીનના મહત્‍વ, જમીન જાળવણી અને રાસાયણિક ખાતરોનો યોગ્ય ઉપયોગ કરવા વિશે તથા ખેતી ખર્ચમાં ઘટાડો કરવા વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતુ. જમીન ચકાસણી માટે માટીનો નમૂનો લેવાની પધ્‍ધતિ, જંતુનાશક દવાઓની આડઅસર વિશે માહિતી આપી હતી, તેમ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલીના વરિષ્‍ઠ વૈજ્ઞાનિક અને વડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.