www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બગસરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને પકડી પાડતી બગસરા પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના તેમજ ના.પો.અધિ.સા.શ્રી જે.કે.ચૌધરી સા. અમરેલીના માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં દારૂની મહેફિલ કરતાં અને ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂનું ચોરી છૂપીથી વેચાણ કરતાં ઇસમોને જિલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવુતી અંગે વોચ રાખવા અને દારૂની બંદી દૂર કરવા અને વ્યસન મુક્ત કરવા વધુમાં વધુ પ્રોહિબિશનના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે તા. ૧૦/૦૧/૨૦૧૯ના રોજ બગસરા પો.સ્ટેના પો.સબ.ઇન્સ.ડી.કે.સરવૈયા તથા પોલીસ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે બગસરા-જેતપુર રોડે મેઘાણી આવાસની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પરપ્રાંતીય દારૂની મહેફિલ કરતાં હોય જ્યાં રેઇડ કરતાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની મહેફીલની ચીજ વસ્તુ સાથે કેફીપીણું પિતા ત્રણ ઇસમો (૧) ભાવેશપરી ધીરજપરી ગૌસ્વામી ઉ.વ.૨૯ રહે.બગસરા હૂડકોપરા મેઘાણી આવાસ કોલોની તા.બગસરા (૨) ઈરફાભાઈ ગફારભાઈ પીંજારા ઉ.વ.૨૪ રહે. બગસરા નદીપરા તા.બગસરા (૩) દિલીપભાઇ રૂપસિંગભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. બગસરા નદીપરા રહે. બગસરા તા.બગસરા વાળા મહેફીલ ની ચીજ વસ્તુ બોટલ, ગ્લાસ, પાણીના પાઉંચ તથા સીંગ દાળીયાનું પડીકું તહાં ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની ખાલી બોટલ તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ રૂ/-૪૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલા તેમજ મજકૂર ઈસમ ભાવેશપરી ધીરજભાઈ ગૌસ્વામી ઉ.વ.૨૯ રહે બગસરા હૂડકોપરા મેઘાણી આવાસ કોલોની તા.બગસરા વાળાના ભોગવટાના રહેણાંક મકાનની પાછળ પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિસ દારૂની બોટલ નંગ-૬ ની કિ રૂ/-૧૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના તેમજ ના.પો.અધિ.સા.શ્રી જે.કે.ચૌધરી સા. અમરેલીનાઓના માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્ટેના પો.સબ.ઇન્સ. ડી.કે.સરવૈયા તથા પોલીસ સ્ટાફ પો.કોન્સ. રોહિતભાઈ પરમાર તથા પો.કોન્સ. રાજદીપસિંહ સરવૈયા તથા પો.કોન્સ.સુરેશભાઇ ધાધલ તથા પો.કોન્સ.યોગેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.