www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલાનાં માનવમંદિરનાં મનોરોગીઓની યોજાઈ યાત્રા

સાવરકુંડલાથી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર માનવ મંદિર આવેલુ છે. જયા પૂ. ભકિતબાપુની નિશ્રામાં 49 મનોરોગી (પાગલ) મહિલાઓ પુનઃજીવન પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્‍યારે સુરતનાં રવિકૃષ્‍ના ટ્રાવેલ્‍સ વાળાએ માનવમંદિરની આ મનોરોગી મહિલાઓને એક દિવસની યાત્રા કરાવી પોતાની સામાજીક જવાબદારી નિભાવી હતી. સ્‍પે. બસમાં સવારે સાવરકુંડલાથી રવાના થઈ વીરપુર જલારામ મંદિર ખાતે બાપાના દર્શન કર્યા હતા. જયા સુરેશભાઈ ગઢીયા ર્ેારા પૂ. ભકિતબાપુ અને પ્રવાસી મનોરોગીમહિલાઓનું સન્‍માન કરી નાસ્‍તો કરાવાયો હતો. ત્‍યારબાદ ખોડલધામ કાગવડ ખાતે પહોંચતા રાજકોટનાં સેવક દેવજીભાઈ અને નારણભાઈ તથા મિત્રમંડળ ર્ેારા આ મહિલાઓનું સ્‍વાગત કરાયું અને છેક મંદિર સુધી બસ લઈ જવા દેવામાં આવી હતી. આ સુંદર રમણીય ખોડલધામ મંદિરમાં જઈ મનોરોગી બહેનોએ આનંદની અનુભૂતિ કરી હતી. તેમજ ટ્રસ્‍ટનાં સ્‍વયં સેવકો સાથે રહી માર્ગદર્શન આપ્‍યુ હતું. ત્‍યારબાદ ગુજરાત સરકારનાં મંત્રી જયેશભાઈ રાદડીયા અને મોટી ખીલોરીવાળા લોકસાહિત્‍યકાર મનસુખ વસોયાએ મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી. મનોરોગી બહેનો સાથેની વાતચીતથી મંત્રી જયેશભાઈ રાદડીયા ખુશ થયા હતા અને મનોરોગીઓને જો પ્રેમ અને હુંફ આપવામાં આવે તો તે ઝડપથી સાજા થાય છે, તે વાતને પ્રત્‍યક્ષ અનુભૂતિ કરી હતી. અને માનવમંદિર આશ્રમ બાબતે પૂ. ભકિતબાપુએ સવિસ્‍તૃત માહિતીઆપી હતી. આવી વિરલ મુલાકાતો બહુ ઓછી થતી હોવાની પણ વાત મંત્રીએ કરી હતી. ખોડલધામ મંદિરનાં રસોડે તમામને ભોજન પ્રસાદ કરાવી અહિના મેળા અને બગીચામાં બહેનોએ સેર કરી ખુશાલી અનુભવી હતી. ત્‍યારબાદ પરબધામ મંદિરે દર્શન કરી પુ. કરશનદાસબાપુ સાથેની મુલાકાત યાદગાર બની રહી હતી. સામાન્‍યરીતે સંતો લોકોને આશીર્વાદ આપતા હોય છે, પરંતુ અહિયા આ નિખાલસ અને પરમાત્‍માનુંસ્‍વરૂપ એવા મનોરોગી બહેનોએ પૂ. કરશનદાસબાપુને આશીર્વાદ આપ્‍યા ત્‍યારે કરશનદાસબાપુ પણ અતિ ભાવવિભોર બન્‍યા હતા અને એકાદ કલાક સુધી વિવિધ વાતો ગીતોથી સતસંગ કરાયો હતો. આ યાત્રા પ્રવાસમાં પૂ. ભકિતબાપુ, રવિકૃષ્‍ના ટ્રાવેલ્‍સનાં માલિક ઘનશ્‍યામભાઈ, રાજકોટનાં સેવક દેવજીભાઈ મોલીયા, નારણભાઈ તેમજ પ્રફુલભાઈ યાદવ અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ સાથે રહૃાા હતા.