www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

કવિ લેખક હુંબલનાં ‘માનસ મોતી’ પુસ્‍તકનું પૂ. મોરારિબાપુનાં હસ્‍તે વિમોચન થયું

ઉર્મિઓ ઢળી અક્ષરે બાદ માનસમોતી પ્રકાશિત થતાં આવકાર કવિ લેખક હુંબલનાં ‘માનસ મોતી’ પુસ્‍તકનું પૂ. મોરારિબાપુનાં હસ્‍તે વિમોચન થયું પ્રખર રામાયણી સંત દ્વારાલેખકનું બહુમાન ચિત્રકુટ ધામ તલગાજરડા ખાતે પ્રખર રામાયણી અને રાષ્‍ટ્રીય સંત મોરારિબાપુના વરદ હસ્‍તે ગત તા.પ/1/18ના રોજ કવિ લેખક જયંતભાઈ સાર્દુળભાઈ હુંબલ દ્વારા રચિત ભભમાનસ મોતીભભ પુસ્‍તકનું બહોળા લોકોની ઉપસ્‍થિતિમાં કવિના બહુમાન આવકાર સાથે વિમોચન થવા પામેલ હતું.

મૂળ ભાવનગર જિલ્‍લાના વતની આરોગ્‍ય વિભાગ જિલ્‍લા પંચાયતમાં ર003માં નિવૃત થયેલા કવિ હુંબલે પ.પૂ.શ્રી મોરારિબાપુ કથિ ભભમાનસદર્શનભભ આધારિત પોતાની રચના ભભમાનસ મોતીભભ તરીકે વાંચકો શભેચ્‍છકોને ભભપ્રસાદભભ રૂપે અર્પણ કરી છે. પોતાના ગુરૂદેવ યોગી ત્રિલોકનાથ બાપુ અર્પિત પુસ્‍તકનું પ્રખર રામાયણી મોરારિબાપુ દ્વારા પઠન કરી અને વર્ષ-1પમાં પ્રકાશિક ઉર્મિઓ ઢળી અક્ષરેની ફોરમ બાદ વધુ એક સુવાસ બદલ આવકારેલ હતા.

આ ભભમાનસ મોતીભભ પુસ્‍તકની પ્રસ્‍તાવના મંતવ્‍ય પી.એન. ગોંડલીયા રાજકોટ દ્વારા લખવામાં આવી છે. અને પ્રકાશન અમરેલી જિલ્‍લા પંચાયતના સદસ્‍ય મીનાબેન કોઠીવાળ દ્વારા થયું છે. પુસ્‍તક પ્રાપ્‍તિ માટે પ્રભાતભાઈ કોઠીવાળ મો. 94ર87 110રપનો સંપર્ક સાધવા અનુરોધ થયો છે.

આ તકે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, ભરતભાઈ ડેર, સાહિત્‍યકાર માયાભાઈ આહીર, આહીર અગ્રણી, પ્રભાતભાઈ કોઠીવાળ, મીનાબેન કોઠીવાળ સહિતના મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાહતા.