www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પશુપાલકોએ મામલતદાર કચેરીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા

બાબરાનાં ચરખા ગામે ગૌ-ચરની જમીન જેટકોને ફાળવી દેવાતા પશુપાલકોએ મામલતદાર કચેરીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હિન્‍દુવાદી ભાજપ સરકારનાં રાજમાં ગાયોને લઈને આંદોલન થતાં આશ્ચર્ય પશુપાલકોને વહીવટીતંત્ર ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન પણ કરવા દેતું નથીનો કર્યો આક્ષેપ

બાબરા તાલુકાના ચરખા ગામમાં ગૌચર જમીનમાં જેટકો કંપની ઘ્‍વારા પાવર હાઉસ બનાવાતા ચરખા ગામ સહિતના આસપાસના પશુપાલકો અને માલધારીઓ ઘ્‍વારા વિરોધ કરવામાં આવી રહૃાો છે. અહીં ગૌચર બચાવવાના નારા સાથે મોટી સંખ્‍યામાં માલધારીઓ વિરોધ પ્રદર્શન કરી રહૃાાં છે. ત્‍યારે બાબરા તાલુકા માલધારી સમાજના અગ્રણી ખોડાભાઈ રાતડીયાની આગેવાની હેઠળ બાબરા મામલતદાર કચેરીમાં માલધારીઓ અને પશુપાલકો ઘ્‍વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવી રહૃાું છે.

ચરખા ગામમાં ગૌચર બચાવના સમર્થનમાં તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ ખાચર પણ જોડાયા હતા અને તેઓ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, રાજયની સરકારગૌચર જમીનમાં પાવર હાઉસ બનાવવાની મંજૂરી કઈ રીતે આપી શકે તેવા સવાલ કર્યા હતા. તેઓ ઘ્‍વારા વધુમાં એવું જણાવ્‍યું હતું કે, જો રાજયમાં આવી રીતે ગૌચર જમીન ખાનગી કંપનીને આપવામાં આવશે તો મૂંગા પશુઓનું કોણ ?

માલધારી સમાજના અગ્રણી ખોડાભાઈ રાતડીયાએ જણાવ્‍યું હતું કે, ચરખા ગામમાં ગૌચર જમીનમાં જે ખાનગી કંપનીનો પાવ હાઉસ બની રહૃાો છે તે ગેરવ્‍યાજબી છે. તેની સામે તાલુકાના માલધારી સમાજ વિરોધ નોંધાવી ઉપવાસ આંદોલન કરી રહૃાું છે. જયાં સુધી આ બાબતે રાજય સરકાર ઘ્‍વારા યોગ્‍ય નિર્ણય કરવામાં નહિ આવે ત્‍યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહેશે.

ચરખા ગામના સ્‍થાનિક માલધારી ઉકેશભાઈ શિયાણીએ જણાવ્‍યું હતું કે, હાલ અહીં જેટકો કંપનીનું પાવર હાઉસ બની રહૃાું છે જેના કારણે હાલ અમારા માલઢોરની ચિંતા સતાવી રહી છે. હાલ બાબરામાં મામલતદાર કચેરીમાં ગૌચર બચાવોના મુદા સાથે માલધારીઓ ઘ્‍વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે આગામી દિવસોમાં સ્‍થાનિક વહીવટીતંત્ર ઘ્‍વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહૃાું.