www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીનાં સિનીયર એડવોકેટ જસવંતરાય કાનાબારનો નશ્‍વરદેહ પંચમહાભુતમાં વિલીન

અમરેલીનાં સિનીયર એડવોકેટ અને ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબાર અને હાઈકોર્ટ એડવોકેટ પ્રકાશ કાનાબારનાં પિતા જસવંતરાય કાનાબારનું ગઈકાલે દુઃખદ અવસાન થયા બાદ સદગતને આજે અંતીમ વિદાય આપવામાં આવી હતી. સદગતની યોજાયેલ અંતીમયાત્રામાં વિશાળ જનમેદની ઉમટી હતી અને સ્‍વ. જસવંતરાય કાનાબારને શ્રઘ્‍ધાસુમન અર્પણ કર્યા હતા અને કાનાબાર પરિવારને સાંત્‍વના પાઠવી હતી. સદગતની અંતિમયાત્રામાં માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, એ.ડી. રૂપારેલ, ડો. ડી.એમ. ઉનડકટ, અંતુભાઈ સોઢા, ડો. અર્પણ જાની, જયેશ ટાંક, ચંદ્રેશ રવાપી હસુભાઈ સુચક, તેજસ દેસાઈ, દિપક વઘાસીયા, કાળુભાઈ કાછડીયા, વસંત મોવલીયા, રિતેશ ઉપાઘ્‍યાય, કિરીટ વામજા, રિતેશ સોની, વિકાસ વડેરા, કિરીટ કાનાબાર,પિયુષ વિઠ્ઠલાણી, વિનુભાઈ રઘુવીર, સતીષ આડતીયા, જીતુભાઈ ખાલપાડા, રાજુભાઈ ખાલપાડા, વિપુલ ભટ્ટી, એડવોકેટ ગિરીશ દવે, શરદ ધાનાણી સહિતનાં આગેવાનો જોડાયા હતા. સ્‍વ. જસવંતરાય કાનાબારનો નશ્‍વરદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.