www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અંતે ઓવરલોડીંગ ટ્રક સામે તંત્રએ કરી લાલ આંખ

ધારાસભ્‍ય અંબરિશ ડેરની રજુઆત બાદ કાર્યવાહી અંતે ઓવરલોડીંગ ટ્રક સામે તંત્રએ કરી લાલ આંખ 17 જેટલા ડમ્‍પરોને ડીટેઈન કરી દેવાતાં ફફડાટ ફેલાયો રાજુલા અને જાફરાબાદ વચ્‍ચે આવેલ સ્‍વાન એનર્જી કંપની ગેરકાયદેસર રીતે રોયલ્‍ટી પાવતી કરતા વધારે વજન ભરીને ખનીજ ચોરી કરતા હોય અને ઓવર લોર્ડીંગ ડમ્‍પરો ચાલતા હોય તેની સામે લાલ આંખ કરવા રજુઆત કરવામાં આવેલ હોય આજરોજ ખાણ-ખનીજ, રાજુલા – સા.કુંડલા અને પીપાવાવ મરીન પોલીસ તથા નાયબ કલેકટર કચેરીની સંયુકત ટીમો દ્વારા ત્રણ ટીમો પાડીને હિડોરણા ચોકડી, વાંકા બાવળ તથા બાબરકોટ ચોકડીમાં અનુક્રમે વી.પી.પંડયા પી.એસ.આઈ. રાજુલા, એસ.પી. શર્મા, પી.એસ.આઈ. મરીન પીપાવાવ તા બી.વી.બોરીસાગર, પી.એસ.આઈ., સાવરકુંડલા તથા રાજુલા એસડીએમ કચેરી સ્‍ટાફ અને ખાણ – ખનીજ વિભાગદ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરીને 17 જેટલા ડમ્‍પરો રાજુલા, જાફરાબાદ,ખાંભા વિસ્‍તારમાંથી આવતા હોય તેઓ દ્વારા પાવતીમાં બતાવેલ વજન કરતા વધારે વજન વહન કરતા હોય તથા ઓવર લોર્ડીંગ ભરતા હોય, ખનીજ ચોરી અને ઓવર લોર્ડીંગ સંબંધે ફરિયાદ કરીને તમામ ડમ્‍પરોને ડીટેઈન કરવામાં આવેલ છે. આ ઓપરેશન ખાણ – ખનીજની આગેવાનીમાં રાજુલા અને મરીન પોલીસ પીપાવાવ તથા એસ.ડી.એમ. ડાભી રાજુલાના મોનીટરીંગમાં તેમજ ખાણ-ખનીજ અધિકારી જાલંધરા દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. અને તમામ 17 ડમ્‍પરોને હાલમાં એસ.ટી. વર્કશોપમાં રાખવામાં આવેલ છે. આ અંગે રાજુલા – જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા એવું જણાવેલ છે કે સ્‍વાન એનર્જી કંપનીમાં ર00 ઉપરાંતના ડમ્‍પરો ઓવર લોર્ડીંગ ચાલે છે. તેની સામે ફકત 17 ડમ્‍પરો જ તંત્રએ પકડેલ છે. હજુ પણ કડક કાર્યવાહીની માંગ            કરેલ છે.