www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી વિધાનસભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત બનાવો : પ્રાંત અધિકારી

ડોર ટુ ડોર સર્વક્ષણ હાથ ધરવા આહ્‌વાન કર્યુ અમરેલી વિધાનસભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત બનાવો પ્રાંત અધિકારીએ બીએલઓને તાકીદ કરી અમરેલી વિધાનસભા સહિત જિલ્‍લાની પાંચયે વિધાન સભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત આદ્યતન બનાવવા માટે અમરેલી પ્રાંત ઓફિસર દ્વારા બી.એલ.ઓ.ને તાકિદ કરવામાં આવેલ હતી. સાથો – સાથ આગામી લોકસભામાં પુખ્‍ત મતદાર મતદારનથી વંચિત ન રહે તે માટે ડોર ટુ ડોર સર્વેક્ષણ હાથ ધરી મતદાર યાદીમાં નામ ચડાવવા આહવાન કરેલ હતું.

અમરેલી જિલ્‍લાની મતદારયાદી ભુલરહિત બનાવવા તેમજ યુવા મતદારોના નામ મતદારયાદીમાં સામેલ થઈ જાય તે અંગે અમરેલી પ્રાંત ઓફિસર સતાણી, મામલતદાર, તેમજ નાયબ મામલતદાર સ્‍વેતા ગોસાઈ દ્વારા ખાસ મતદાર યાદી ઝુંબેશ અંતર્ગત 9પ અમરેલી વિધાનસભા વિસ્‍તારના તમામ 300 જેટલા બુથ લેવલ ઓફિસર તેમજ સુપરવાઈઝરોને ખાસતાકિદ કરવામાં આવેલ હતી કે મતદારયાદી સુધારણા ઝુંબેશમાં એકપણ 18 વર્ષના મતદારનું નામ મતદારયાદીમં રહી ન જાય તે માટે ડોર ટું ડોર સર્વ હાથ ધરી 18 વર્ષના મતદારોના ફોર્મ નંબર – 6 આધાર- પુરાવા સાથે ભરવા, તેમજ અવસાન થયેલ, લગ્ન થયેલ અને કાયમી સ્‍થળાંતર થયેલા મતદારોનાં ફોર્મ નંબર-7 ભરવા, મતદારયાદીમાં મતદારના નામ, ઉંમર, સરનામાં, સબંધમાં ભુલ હોય તો ફોર્મ નં.-8 અને એકજ વિધાનસભા વિસ્‍તારમાં સ્‍થળાંતર થયેલ હોય, તો ફોર્મ – 8-(ક) ભરવા સમજણ આપવામાં આવેલ હતી. અમરેલી તાલુકાના વાંકિયા ગામે મતદારોની જાગૃતતા માટે જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા મતદાર સાક્ષરતા કલબ બનાવી મતદાર જાગૃ્રતિ માટે મતદારોને વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન માટે ઉજાગર કરવામાં આવેલ હતો.