www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરા ના ચરખા ગામે ગૌચર જમીન જેટકો કંપની ને ફાળવી દેતા ગામના લોકોને મળતા પ્રવિણ તોગડીયા સરકાર પર આકરા પ્રહારો કર્યા

બાબરાના ચરખા ગામે છેલ્લા ઘણા દિવસોથી ગૌચર જમીન ને લઈને ચાલે છે વિવાદ ચરખા ગામ ની નજીકમાં આવેલ ગૌચર જમીન થોડા દિવસો પહેલા કલેકટર દ્વારા જેટકો કંપનીને પાવર હાઉસ બનાવા માટે ફાળવી દેતા પશુપાલકોમાં રોષ દેખાયો હતો મોટી સંખ્યામાં પશુપાલકો જે ગૌચર જમીન જેટકો કંપનીને ફાળવી દેવામાં આવી છે તે જગ્યા પર મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને માલ ઢોર ને લઈને પશુપાલકોએ વિરોધ કર્યો હતો ત્યારબાદ મોટી સંખ્યામાં ચરખાના પશુપાલકો તેમજ શહેરના માલધારી સમાજના આગેવાનો એ સાથે મળી ઉપવાસ આંદોલન પર મામલતદાર કચેરી ખાતે બેસી ગયા હતા માલધારીની આ લડતને તેમજ જે સરકાર દ્વારા કંપનીને ગાયો ચરતી હોય તેવું ગૌચર આપી દેતા તે લડતને સાથ દેવા પ્રવીણભાઈ તોગડીયા દોડી આવ્યા હતા તેની સાથે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના નાના-મોટા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રવીણ તોગડિયા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ગૌચર જમીન ગાયોના પેટ ભરવા માટે ની જમીન છે જેને સરકાર કોઈ દિવસ વેચી ન શકે અને માત્ર મુંગા પશુ નો અધીકાર છે મોગલને અંગ્રેજો ના સમય માં પણ ગૌચર ની જમીન કોઈ ને આપવાનું પાપ નોતું થયું દુર્ભાગ્ય થી હિન્દૂ અને ધર્મ ની વાતું કરનારા આ ગુજરાત માં આપડા જ મત થી સતા માં બેઢેલા લોકો એ ઉદ્યોગપતિ ઓ ને ગૌચર ની જમીન આપીને મુંગા પશુ ઓ ને ભૂખીયા મારવાનું પાપ કર્યું છે ગામ ના લોકો અદોલન કરી રહીંયાં છે જ્યારે વધુમાં જણાવ્યું હતું કે મારી માંગણી છે કે આ ગૌચર ની જમીન પાછી આપો અને આ જો સરકાર નહિ કરે તો બાબરા તાલુકાના બધાજ ગામો માં ગામ ની સભા કરી નકી કરીશુ કે ગૌચર ની જમીન ગાયો ને ઢોર ને નહિ આપો તો ખડુતોનો વોટ નહિ મળે અને આવું નકી કરી ને ગામડે ગામડે આવું બોડ લગાવીસુ અને ચૂંટણી માં અમરેલી જિલ્લા ના એક પણ ખડુતો નો મત ન મળે એવી સ્થિતિ ઉભી કરીશુ અને ગામ ના લોકો ઉપવાસ પર પણ બેસવાના છે ત્યારે આ પોલીસ અને મામલતદાર તેમને ધમકીઓ આપવાનું કામ ન કરે ધમકીઓ આપવાનું કામ ડાકુઓ કરે છે .ગાય નો ઘાસ ચારો બચવનારા ને પોલીસ અને મામલતદાર ડાકુ ગિરી ના કરે નહિતર ડોક્ટર પ્રવીણ તોગડિયા આયા ઉભો છે એટલું યાદ રાખજો.
વઘુ માં જણાવ્યું હતુ કે ગામે ગામે બોડ લાગશે કે અમને ગૌચર અને ખેત ઉત્પાદન ના ભાવ ઉંચા આપો નહિતર મત તમને નહિ આપ્યે એટલે એટલે આ રાજકારણીઓ આવી ને પગ પકડશે મત લેવા હોય તો આ લોકો ગધેડા ને પણ બાપ કે .ખાડુતો પાસે 50 કરોડ મત છે બધા એક થાવ એટલે સરકાર પગે પડસે .
વઘુ માં તોગડીયા એ જણાવ્યું કે હું આખા જિલ્લા ના તમામ ગામડાઓ માં આવા બેનરો લગાવા નો છું .
આ જમીન સરકાર ના બાપ ની નથી અને મત થી ચૂંટાયેલા ના પણ બાપ ની નથી તે ખાલી નોકર છે.
તેવા તીખા પ્રહારો પ્રવીણ તોગડીયા દ્વારા સરકાર પર કરવામાં આવ્યા હતા.
આ તકે અમરેલી થી નિર્મલ ભાઈ ખુમાણ બાબરા ના દિલીપ ભાઈ ખાચર ગજેન્દ્ર ભાઈ સેખવા. કૌશિક ભરાડ. હરેશભાઇ વાળા. માલધારી સમાજ ના અગ્રણી ખોડા ભાઈ રાતડિયા સહિત મોટી સખીયા માં માલધારી સમાજ ના પુરુસો અને મહિલા ઓ હજાર રહિયા હતા.