www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી એલ.સી.બી. દ્વારા પકડવામાં આવેલ રૂ.૨,૨૧,૨૨૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટોના કેસમાં આરોપીઓના દિન-પ ના પોલીસ રીમાન્ડ  મંજુર

અમરેલી એસ.ઓ.જી.એ વધુ બે આરોપી ઝડપી લીધાં.*

💫 તા.૧૧/૦૧/૨૦૧૯ ના રોજ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા ધારી ટાઉનમાં લાઇબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી
1⃣ ધર્મેન્દ્ર  પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી, ઉં.વ.૩૧, રહે.મુળ ગામ દાતરાણા, તા.મેંદરડા, જી.જુનાગઢ, હાલ રહે.જુનાગઢ, મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-૩૦૨ તથા
2⃣ વિક્રમસિંહ કેસરસિંહ પવાર, ઉં.વ.૩૦, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ રાજસ્થાસન, ગામ- ઉસ્માીનીયા, તા.આસપુર, જી.ડુંગરપુર હાલ. જુનાગઢ, મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-૩૦૪
વાળાઓને જુદા જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-૬૧૦ રૂ.૨,૨૧,૨૨૦/- ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઇલ ફોન નંગ-ર, કિં.રૂ.૩૦૦૦/- તથા મારૂતિ સુઝુકી ઇકો ફોર વ્હીલ રજી.નં. જી.જે.૧૧.બીએચ.૩૬૪૦ કિં.રૂ.૨,૫૦,૦૦૦/- તથા રેક્ઝીનનો થેલો-૧, કિં.રૂ.૦૦/૦૦ મળી *કુલ કિં.રૂ.૨,૫૩,૦૦૦/- ના મુદ્દામાલ* સાથે પકડી પાડવામાં આવેલ. જે અંગે *ધારી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. ૦૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી), ૩૪* મુજબનો ગુન્હો રજી. થયેલ જે ગુન્હા ની તપાસ *અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી.આર.કે.કરમટા* ચલાવી રહ્યા છે. 💫આ કામે આરોપીઓની પોલીસ કસ્ટડીનો સમય પુર્ણ થતાં આરોપીઓને ધારી કોર્ટમાં રજુ કરી ત.ક.અ.શ્રીએ આ ગુન્હાના કાવત્રાંનો મુખ્ય સુત્રધાર કોણ છે ? આ નોટો કોને સપ્લાય કરવાની હતી ? અન્ય કેટલા આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે ? જેવા મુદ્દાઓ સબબ વધુ પુછપરછ માટે ધારદાર રજુઆત કરી ઉપરોક્ત બંને આરોપીઓના વધુ સમય માટે પોલીસ રીમાન્ડની માંગણી કરતાં નામ.કોર્ટ તરફથી *બંને આરોપીઓના તા.૧૭/૦૩/૨૦૧૯ સુધી દિન-પ ના પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે.*
💫રીમાન્ડ સમય દરમ્યાન ઉપરોક્ત બંને આરોપીઓની પુછપરછ કરતાં તેઓને ભારતીય ચલણી નોટોની બનાવટી નોટો કઇ રીતે બનાવવી તે શીખવાડનાર અન્ય બે આરોપીઓના નામ ખુલવા પામતાં તે બંને આરોપીઓને *અમરેલી એસ.ઓ.જી. ટીમ* દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.
💫 *પકડાયેલ અન્ય આરોપીઓ:-*
1⃣ *રવિરાજ હંસરાજભાઇ મકવાણા, ઉં.વ.૨૩, ધંધો.અભ્યાસ, રહે.પ્રભાતપુર, તા.જી.જુનાગઢ*
2⃣ *જતીન ઉર્ફે જગો છગનભાઇ ડોબરીયા, ઉં.વ.૩૦, ધંધો.ખેતી, રહે.પ્રભાતપુર, તા.જી.જુનાગઢ.*
💫ઉપરોક્ત બંને આરોપીઓની ગુન્હા સબંધી પુછપરછ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.