www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

નાગેશ્રીના વડલી ગામેથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

નાગેશ્રીના વડલી ગામેથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નાગેશ્રી પો.સ્ટે.ના વડલી ગામેથી દેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે.
💫 આજ રોજ તા.૧૩/૦૧/૨૦૧૯ ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, *નાગેશ્રી પો.સ્ટે.ના વડલી ગામનો મહેશ વીરાભાઇ બારૈયા* પોતાનાં રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે દેશી દારૂનો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરે છે હોવાની ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં *દેશી દારૂ લીટર ૪૦, કિં.રૂ.૧૨૦૦/- નો મુદ્દામાલ* મળી આવેલ છે.
💫સદરહું રેઇડ દરમ્યાન આરોપી મહેશ વીરાભાઇ બારૈયા, રહે.વડલી, તા.જાફરાબાદ વાળો હાજર મળી આવેલ ન હોય તેના વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ નાગેશ્રી પો.સ્ટે.માં સોંપી આપેલ છે. અને હાજર નહીં મળી આવેલ આરોપી મહેશ વીરાભાઇ બારૈયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
💫આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.