www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી ખાતે પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે પ્રણવ પંડયા ને રાજવી કવિ કલાપી એવોર્ડ એનાયત

લાઠી આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રાજવી કવિ કલાપી એવોર્ડ મોરારીબાપુ ના વરદ હસ્તે  કવિ શ્રી પ્રણવ પંડયા ને અર્પણ લાઠી શહેર ના પી એમ શકર વિદ્યાલય ખાતે શિવમ જવેલ્સ સુરત ના સૌજન્ય થી એકાવન હજાર ના રાશિ સાથે વિદ્યામાન ગુજરાતી સાહિત્ય માં તેમના સર્જન ને લક્ષ માં રાખી પ્રતિવર્ષ એનાયત થતા ગૌરવપૂર્ણ સન્માન સમારોહ માં મૃદુહદય રાજવી કવિ કલાપી એવોર્ડ થી સન્માનિત કરાય છે આજે જાણીતા કવિ પ્રણવ પંડયા ને એકાવન હજાર રાશિ સાથે રાજવી કવિ કલાપી એવોર્ડ થી નવાજ્યા પૂજ્ય રામાયણી મોરારીબાપુ ના વરદ હસ્તે આ તકે ડો પ્રતાપભાઈ પંડયા શિક્ષણવિદ નું ઘર પુસ્તકાલય પ્રવૃત્તિ બદલ વિશિષ્ટ સન્માન કરાયું હતું ઉદારદિલ દાતા શિવમ જેમ્સ ના ઘનશ્યામભાઈ શકર ભવાની જેમ્સ ના ભામાશા મનજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ એક્સપોર્ટ ના રિવર મૅન સવજીભાઈ ધોળકિયા નામદાર લાઠી ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી ભરતભાઈ ડેર જીતુભાઇ ડેર શ્રી મિતભાષી ઉધોષ્ક ચંદારાણા સહિત ના અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ  ઇતેશભાઈ મહેતા એમ પી રામણી સાહેબ રાજુભાઇ રિજિયા હરેશભાઇ પથિયાર ભરતભાઈ પાડા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો