www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

રોટરી કલબ ઓફ અમરેલી ગીર તથા લેઉવા પટેલ સંકુલના સંયુક્ત ઉપક્રમે રેડ રીવોલ્યુશનનો પ્રોજેકટ કરવામાં આવ્યો

તારીખ ૭/૨/૨૦૧૯ ને ગુરુવારના રોજ રોટરી કલબ ઓફ અમરેલી ગીર તથા શ્રી લેઉવા પટેલ સંકુલના સયુક્ત ઉપક્રમે રોટરી ઇન્ટરનેશનલનો રેડ રીવોલ્યુશન પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું સંપુર્ણ સંચાલન ઇનરવ્હીલ કલબ ઓફ અમરેલી ગીર (સુચીત) ના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં ધોરણ ૧૧-૧૨ ની ૫૮૦ બહેનો, બી.એ.-બીકોમ ની ૬૦૦ બહેનો અને બીબીએની ૬૧૫ બહેનો સાથે કુલ ૧૭૯૫ વિધ્યાર્થીનીઓ ના ત્રણ સેસનમાં આ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટમાં પટેલ સંકુલના શ્રી મનસુખભાઇ ધાનાણી તથા તેમના સ્ટાફ દ્વારા ભરપુર સહયોગ મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનરવ્હીલ કલબ ઓફ અમરેલી ગીરના શ્રીમતી મિલિબેન ઠાકર તથા કલબના પ્રમુખ શ્રીમતી રીટાબેન કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે કલબના સેક્રેટરી શ્રીમતી વિરાજબેન જોશી, દર્શનાબેન વાકોતરા, માનસીબેન ઝીંઝુવાડીયા, વિધિબેન સંધરાજકા, દિપાલીબેન ઝીંઝુવાડીયા, નેહાબેન ધોળકિયા, જાનકીબેન અટારા, ચાર્મીબેન સોની, વૃંદાબેન સંપટ, નિધિબેન અજમેરા, નિધિબેન મહેતા, જાહન્વીબેન જાની, હેતલબેન ઝીંઝુવાડીયા, હિનાબેન ભટ વગેરે કલબ માંથી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ ગાયનેક ડૉ. મીનાબેન ગોયાણીની હતી જેઓએ મહિલા ઓની સમસ્યા ઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તમામને કલબના પ્રમુખ શ્રી બલદેવસિંહ ગોહિલ તેમજ સેક્રેટર શ્રી હાર્દિકભાઈ ઝીંઝુવાડીયા એ અભિનંદન પાઠવ્યા હતા. તેમ કલબ વતી શ્રી આનંદભાઈ ઝીંઝુવાડીયાની યાદિ જણાવે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *