www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

લાઠીના ઇંગોરાળા ગામે દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો

લાઠીના ઇંગોરાળા ગામે દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી એલ.સી.બી.અમરેલી.*

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ‍. શ્રી.સી.જે.ગોસ્વામી તથા પો.સ.ઇ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે લાઠી મુકામેથી એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન તથા રોકડ રકમ સાથે પકડી પાડેલ છે.

ફરિયાદની વિગત
અકબરભાઇ અબ્દુલભાઇ કુરેશી, ઉં.વ.૨૯, ધંધો.પાન માવાની દુકાન, રહે.ઇંગોરાળા, તા.લાઠી વાળાની દુકાનમાં ગઇ તા.૧૯-૨૦/૦૯/૧૮ ની રાત્રે કોઇ ચોર ઇસમે દિવાલમાં બાકોરૂં પાડી જીઓ કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૧૫૦૦/- તથા રોકડા રૂ.૧૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ હોય આ અંગે *લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦* મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.

પકડાયેલ આરોપીઃ
સુનિલ લાલભાઇ બાંમણીયા, ઉં.વ.૨૫, ધંધો.ખેત મજુરી, રહે.મુળ વતન રઠોડી, ટોહલીયા ફળીયા, તા.કઠેવાડા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ ઇંગોરાળા, તા.લાઠી

પકડાયેલ મુદ્દામાલઃ
એક જીઓ કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૧,૫૦૦/- તથા રોકડા રૂ.૧,૧૦૦/- મળી કુલ રૂ.૨,૬૦૦/- નો મુદ્દામાલ.

ઉપરોક્ત વિગતે પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી.સી.જે.ગોસ્વામી તથા પો.સ.ઇ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *