www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી તાલુકાના મોણપુર ગામે પ્રોહી બુટલેગરના પરીવારના સભ્યોએ અન્ય વયક્તિઓ સાથે મળી પોલીસ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કર્યા અંગેના બનાવમાં ૦૫ વ્યક્તિઓની ધરપકડ કરતી અમરેલી જિલ્લા પોલીસ

અમરેલી તાલુકાના મોણપુર ગામે પ્રોહી બુટલેગરના પરીવારના સભ્યોએ અન્ય વયક્તિઓ સાથે મળી પોલીસ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કર્યા અંગેના બનાવમાં ૦૫ વ્યક્તિઓની ધરપકડ કરતી અમરેલી જિલ્લા પોલીસ*

ગઇ કાલ તા.૧૩/૦૨/૨૦૧૯ ના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં *પોલીસ કોન્સ.વરજાંગભાઇ રામભાઇ મુળાસીયા,  તથા સલીમભાઇ હનીફભાઇ ભટ્ટી,* નાઓ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *ચિત્તલથી મોણપુર તરફ જતા હતાં તે વખતે ત્યાં નવા બનતા પુલ પછી તળાવના ખારા વિસ્તારમાં* પહોંચતાં સામેથી એટલે કે મોણપુર તરફથી ચિત્તલ તરફ એક ડબલ સવારી વાળું મો.સા. આવતું જોવામાં આવતાં અને તેમની પાસે પ્લાસ્ટીકના સીમેન્ટની થેલી(બાચંકુ) હોય તેવું જણાતાં અને શંકાસ્પદ લાગતું હોય જેથી આ મોટર સાયકલ ચાલક *રાહુલ હસુભાઇ સોંદરવા, તથા અરવિંદ ધીરૂભાઇ પરમાર, રહે.બન્ને મોણપુર, તા.જી.અમરેલી* તથા નું ઉભુ રાખી ફરજ ઉપર રહેલ ઉપરોકત બન્ને કર્મચારીઓએ ચેક કરતાં *ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ-૨૪ બોટલ મળી આવેલ હતી*.જેથી આ અંગેની જાણ પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા અમરેલી તાલુકા પો.સ્ટે.નાઓને કરતાં તેઓને ત્યાંજ રહેવા જણાવી તેઓ બનાવ સ્થળે જવા રવાના થયેલ હતા.

આ દરમ્યાન મોપણુર ગામ તરફથી (૧) ધીરૂભાઇ દુદાભાઇ પરમાર, (ર) સંજયભાઇ ધીરૂભાઇ પરમાર, (૩) એક અજાણ્યો પુરૂષ (૪) શારદાબેન વા/ઓ ધીરૂભાઇ દુદાભાઇ પરમાર, (૫) કાજલબેન વા/ઓ અરવિંદભાઇ ધીરૂભાઇ પરમાર, રહે.તમામ મોણપુર તા.જી.અમરેલી વાળાઓ કુહાડી,લાકડીઓ, તથા પત્થર સાથે બનાવ સ્થળે આવેલ હતા.

આ ઉપરોક્ત પાંચેય જણાએ દારૂમાં પકડાયેલ બંને ઇસમોને તથા પ્રોહિબીશનના મુદ્દામાલને છોડાવવા બન્ને પોલીસ કર્મચારીઓ ઉપર કુહાડી,લાકડીઓ અને છુટા પત્થરના ધા મારી હુમલો કરેલ બન્ને પોલીસ કર્મચારીઓને માથાના ભાગે કુહાડીના બે ધા મારી તથા પગમાં તથા હાથમાં લાકડી વડે માર મારી તથા પત્થરના છુટા ધા મારી પો.કોન્સ.સલીમભાઇ ભટ્ટીનો સેમસંગ જે-૮ મોબાઇલ કિરૂા.૧૮,૦૦૦/- નો ઝુંટવી લીધેલ અને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ ભરેલ સીમેન્ટની પ્લાસ્ટીકની થેલી (બાચકુ) લઇને ઉપરોકત પાંચેય તથા પકડાયેલ બન્ને વ્યક્તિઓને પોલીસ પાસેથી છોડાવી ત્યાંથી નાસી ગયેલ હતા.

સદરહું બનાવમાં *પો.કોન્સ. વરજાંગભાઇ રામભાઇ મુળાસીયા માથામાં કપાળમાં વચ્ચેના ભાગે એક ઘા મારેલ અને બીજો ઘા કપાળમાં ડાબી બાજુએ મારી દીધેલ તથા જમણો હાથ આડો રાખતાં છેલ્લી બે આંગળીઓ વચ્ચે ઇજા થયેલ તથા બન્ને પગમાં ગંભીર ઇજાઓ થયેલ હતી. તથા પો.કોન્સ.સલીમભાઇ ભટ્ટીને શરીર ઉપર પત્થરો વાગવાથી ઇજાઓ થયેલ છે.અને હાલમાં અમરેલી સીવીલ હોસ્પીટલમાં તેઓની સારવાર શરૂ છે.*

સદરહું બનાવ બન્યા અંગેની જાણ પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા અમરેલી તાલુકા પો.સ્ટે.નાઓએ શ્રી નિર્લિપ્ત રાય,પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલીનાઓને કરતાં તાત્કાલીક એલ.સી.બી./એસ.ઓ.જી.ટીમ તેઓની મદદમાં મોકલેલ હતી.

સદરહું બનાવ અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ એલ.સી.બી./એસ.ઓ.જી.ની ટીમો ધ્વારા કોમ્બીંગ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ નીચે મુજબના *આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.*
1⃣ધીરુભાઇ દુદાભાઇ પરમાર
2⃣ અરવિંદભાઇ ધીરૂભાઇ પરમાર
3⃣સંજયભાઇ ધીરુભાઇ પરમાર
4⃣કાજલબેન વા/ઓફ અરવિદભાઇ
5⃣ શારદાબેન વા/ઓફ ધીરુભઇ પરમાર

*સદરહું ગુન્હાના કામે પકડાવના બાકી આરોપીઓ*
1⃣ રાહુલભાઇ હસુભાઇ સોંદરવા તથા એક અજાણ્યો ઇસમ

આ ગુન્હાના કામનો મુખ્ય આરોપી *ધીરુભાઇ દુદાભાઇ પરમાર પ્રોહી બુટલેગર છે.અને અગાઉ પ્રોહીના ગુન્હાઓમાં પકડાયેલ છે.*

ઉપરોકત ગુન્હાની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વાધેલા સાહેબ અમરેલી તાલુકા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે.તેમજ આ ગુન્હાના કામે પકડાવના બાકી આરોપીઓને ત્વરીત પકડી પાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.