www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખેડૂત-ખેતીને સમૃઘ્‍ધ કરવાના વડાપ્રધાન મોદીજીના સ્‍વપ્‍નને સાકાર કરવા સહકારી ક્ષેત્ર કટીબઘ્‍ધ -દિલીપ સંઘાણી

અમદાવાદ ખાતે રાજય સહકારી સંઘ આયોત્ત્ત સહકાર મહા સંમેલન યોજાયુ, આગેવાનોની ઉપસ્‍થિતીમા વિચાર-વિમર્શ સહકારી પ્રવૃતિ, યોજનાઓની અમલવારી અને ખેડૂતોની આર્થીક સુધારણા અંગેની સમીક્ષા કરવામા આવ કેન્દ્રીમંત્રી પરષોતમભાઈ રૂપાલા, રાજય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઘનશ્‍યામભાઈ અમીનની ઉપસ્‍થિતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતો અને ખેતિને સમૃઘ્‍ધ બનાવવાના સ્‍વપ્‍નને સાકાર કરવાના પ્રયાસોમા ગુજરાતનુ સહકારી માળખુ અગ્રેસર ભૂમિકા ભજવી રહેલ છે તે અંતર્ગત અમદાવાદ ખાતે રાજય સહકારી સંઘ આયોજીત સહકાર મહાસંમેલનમા બોલતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીયે જણાવેલ કે આ દિશામા કામગીરી કટીબઘ્‍ધાપૂર્વક કરવામા આવી રહેલ છે. સંમેલનમા કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પુરષોતમભાઈ રૂપાલા, રાજય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નરહરિભાઈ અમીન રાજય સહકારી સંઘના અઘ્‍યક્ષ ઘનશ્‍યામભાઈ અમીન અને નાબાર્ડના સીજીએમ સુનિલ ચાવલા ઉપસ્થિત રહયા હતા.

કેન્દ્રીય રાજય કૃષિમંત્રી રૂપાલા એ જણાવેલ કે, જનસમુહના જનહિતના કામો પૂર્ણ કરવા સાથે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સ્‍વપ્‍નને ચરીતાર્થ કરવાનો નિરંતર પ્રયાસ સરકાર કરી રહી છે, આ પ્રયાસને સફળ બનાવવા સામુહીક પ્રયાસો જરૂરી છે અને તેમા ચોકસ સફળતા પણ મળશે. સેમીનારમાં સહકારી પ્રવૃતિના માઘ્‍યમથી ખેડુત અને ખેતિની આવક, ઉર્પાજન અને વિકાસ અંગે વિસ્‍તારપૂર્વક જણાવવામા આવેલ હતુ. કૃષિલક્ષી વિવિધ યોજનાઓ પૂર્ણરૂપ લોકભોગ્‍ય બનાવવા સાથે ટેકનોલોજી, સુધારેલ બિયારણની ઉપયોગીતા, દવા-પાણીનો વિવેકસભર ઉપયોગ અને ખેડૂતોને તે દિશામા માર્ગદર્શન આપવાના હેતુ સાથે યોજાયેલ સહકાર મહાસંમેલનમા કલ્‍યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામા આવી હતી.

ઉલ્‍લેખનીય છે કે, સંધાણી ફરા ખેડૂતોને પુરક રોજગારી પુરી પાડવાના પ્રયાસરૂપ પશુપાલન, પશુ સંવર્ધન અને મધ ઉછેર પ્રવૃતિના નિર્માણમા સક્રિય કામગીરી કરવામા આવી રહી છે. આ તકે સહકારી પ્રવૃતિને ઉપયોગી એવી “સહકારે કૃષિ સમૃઘ્‍ધિ” સુવેનિયરનુ વિમોચન અને સહકારી પ્રવૃતિમા અનન્‍ય યોગદાન બદલ ઘનશ્‍યામભાઈ અમીનનુ “સિવ્‍લર જયુબેલી” એવોર્ડથી સન્‍માનિત કરવામા આવેલ હતા. સહકાર મહાસંમેલનમા સંઘાણી ઉપરાંત રાજય આયોજન પંચના ઉપાઘ્‍યક્ષ નરહરિ અમીન, રાજય સહકારી સંઘના માનદ્‌મંત્રી ભીખુભાઈ પટેલ, સહકાર વિભાગના અધિક મુખ્‍ય સચિવ સંજય પ્રસાદ, સહકારી આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયાનુ યાદીમા જણાવાયેલ છે.