www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેરના એક મકાનમાંથી ત્રીસ બકરા, ઘેટા અને વાહન કબજે લઈ પશુક્રૂરતા સહિત અન્ય કાયદાઓની જોગવાઈ હેઠળ ત્રણ આરોપીની અટક કરી

દામનગર ના બજરંગનગર માં નાઈટ પેટ્રોલીગ દરમ્યાન આઠ નાળા  પાસે  પોલીસ ને મોબાઈલ લાઈટ દેખાઈ આવતા તે દિશા માં ત્રણ ઈસમો બોલેરો ગાડી માં નાના બોકડા ઘેટાં ૩૦ નંગ ઉતારી એક  અગ્રણી ના મકાન માં પુરી રહ્યા હતા ત્યાંજ સ્થાનિક બજરંગ નગર ના રહીશો રાત્રે સેવા દળ ચલાવતા ઘટના સ્થળે આવી પહોંચતા સ્થાનિક પોલીસ ને  વિગતે રજુઆત કરતા અવાર નવાર નાના વાછરડા આ વિસ્તાર માં એકા એક ગાયબ થતા હોવા ની ચોંકાવનારી વિગતો સ્થાનિક રહીશો એ જણાવતા પોલીસે આ અંગે ક્યાંથી આ બોકડા ઘેટાં લાવ્યા ? ક્યાં લઈ જવા ના હતા? તેની ત્રણ વ્યક્તિ ઓ ની અટક અને બોલેરો કબજે લઈ પૂછપરચ કરતા પશુ તસ્કરી અને કતલખાને લઈ જવતા હોવા નું પૃષ્ટિ મળી તેથી દામનગર પોલીસે ત્રણ આરોપી ઓ ની અટક કરી બોલેરો વાહન કબજે લઈ પશુક્રૂરતા સંરક્ષણ અધિનિયમ મોટરવહીલક એકટ આઈ પી સી એકટ સહિત વિવિધ જોગવાઈ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બોકડા ઘેટાં એક સ્થાનિક અગ્રણી ના મકાન માં કેમ ? રાખવા માં આવ્યા હતા? ત્રીસ થી વધુ બોકડા ઘેટાં ને ભૂખ્યા તરસ્યા પુરી રિબામણી બાદ અમરેલી સીટી ક્યાં  મોકલવાના હતા?