www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઇલેક્શન 2019/જિલ્લામાં ૨૧ ફ્લાઈંગ સ્કવોડ, ૧૦ વીડિયો સર્વેલન્સ ટીમ, ૬ વીડિયો વ્યુઈંગ ટીમ તથા ૨ હિસાબી ટીમ કાર્યરત : જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ને લઈને રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ
પડતાં તેના ચુસ્તપણે પાલન માટે જિલ્લાનાં વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. તેના સંદર્ભમાં
જિલ્લામાં નોડલ અધિકારીશ્રી, ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યૂઈઁગ ટીમ કાર્યરત
કરવામાં આવી છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે પંચ
દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર જિલ્લામાં ૨૧ ફ્લાઈંગ સ્કવોડ, ૧૦ વીડિયો
સર્વેલન્સ ટીમ, ૬ વીડિયો વ્યુઈંગ ટીમ તથા ૨ હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ સર્વે ટીમ
દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે.
આ ઉપરાંત,ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સૂચનાઓ મુજબ તંત્રને જરૂરી કાર્યવાહી કરવા
જણાવવામાં આવ્યું છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે અલગ–અલગ વિભાગના નોડલ અધિકારીશ્રીઓની
નિમણુંક થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી ખર્ચ ઉપર
નિયંત્રણ માટે પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ઉમેદવાર અને
પક્ષ માટે રેલી, સભા વગેરે માટેની મંજૂરી માટે સિંગલ વિન્‍ડો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.