www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા રોડ ઉપરથી એક ઇસમને દેશી જામગરી બંદુક સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત  રાય સાહેબ* દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યા્ન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ તા.૧૪/૦૩/૨૦૧૯ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. સ્ટાફ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે‍. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇસમ નાના ભમોદ્રા તરફથી સાવરકુંડલા તરફથી આવે છે અને તેની પાસે દેશી જામગરી બંદુક છે તેવી ચોક્કસ બાતમી મળતાં નાના ભમોદ્રા રોડ ઉપર વોચ ગોઠવી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લીધેલ છે.
*પકડાયેલ આરોપીઃ-*
રહેમાન હાજીભાઇ લાડક, ઉં.વ.૪૦, રહે.નાના ભમોદ્રા, તા.સાવરકુંડલા, જી.અમરેલી.
*પકડાયેલ હથિયારઃ-*
એક દેશી બનાવટની જામગરી બંદુક કિં.રૂ.૧૦૦૦/-
પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.